Join Us !

પેન્શન, ગ્રેચ્યુઇટી, રજાનું રોકડ રૂપાંતર, જૂથવીમો - શિક્ષકો માટે જાણવા જેવી માહિતી

વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા પ્રાથમિક શિક્ષકો માટે જાણવા જેવી માહિતી


(૧) મૂળ પેન્શન : મૂળ પેન્શન કેટલું મળે તેની ગણત્રી


મૂળ પગાર (પે બેન્ડ + ગ્રેડ પે) × ૫૦ ÷ ૧૦૦ 
દાખલા તરીકે પેન્શન પર ઉતરતી વખતે મૂળપગાર રૂા.૨૪,૭૮૦ હોયતો ૨૪૭૮૦ × ૫૦ ÷ ૧૦૦ = રૂા.૧૨,૩૯૦/- મૂળ પેન્શન નક્કી થશે.

(૨) ગ્રેજ્યુઈટી: ગ્રેજ્યુઈટી ૧૬.૫ પગાર મળે છે. ગણત્રી નીચે મુજબ થાય.

મૂળ પગાર + મોંઘવારી (૫૮ વર્ષ પૂર્ણ થવાના મહિને) × ૩૩ ÷ ૨ ૨૪૭૮૦+૨૯૪૮૮ (૧૧૯ ટકા મોંઘવારી) × ૩૩ ÷ ૨ 
= રૂા.૯૫૪૨૨/- ગ્રેજ્યુઈટી મળશે.

👉 તારીખ ૩૦/૧૧/૨૦૨૪ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રેચ્યુઇટીમાં ૨૫% વધારો કર્યો છે, તે ઠરાવ જોવા અહીં ક્લિક કરો...

(૩) કોમ્યુટેશન રૂપાંતરની રકમ :

મૂળ પેન્શન × ૪૦ ÷ ૧૦૦ = જે આવે તેને × ૮.૩૭૧ × ૧૨
૧૨૩૯૦ × ૪૦ ÷ ૧૦૦ = ૪૯૫૬ × ૮.૩૭૧ × ૧૨ 
= રૂા.૪૯૭૮૪૦/- કોમ્યુટેશન રૂપાંતરની રકમ મળે.

(૪) કોમ્યુટેશન રૂપાંતરની કેટલી રકમ કપાય ?

મૂળ પેન્શન × ૪૦ ÷ ૧૦૦ 
૧૨૩૯૦ × ૪૦ ÷ ૧૦૦ = રૂા.૪,૯૫૬/- ૧૫ વર્ષ સુધી પેન્શનમાંથી કપાશે.

(૫) રજાનો પગાર કેટલો મળે?

• નિવૃત્તિ વખતે HPL ૬૦૦ રજા એટલે કે વધુમાં વધુ ૩૦૦ દિવસનો પગાર મળે છે.

• ગણતરીની રીત :- 
મૂળ પગાર + મોંઘવારી × ૩૦૦ ÷ ૩૦ મોંઘવારી જે મહિને ૫૮ વર્ષ થતા હોય તે માસની મોંઘવારી લેવાય.

• જો ૩૦૦ રજા થતી ન હોય પરંતુ ૨૫૦ થતી હોય તો 
મૂળ પગાર + મોંઘવારી × ૨૫૦ ÷ ૩૦ 
જો HPL ૫૦૦ હોય અને ૫૦ હક્કા રજા જમા હોય તો
૫૦૦ ÷ ૨ = ૨૫૦+૫૦=૩૦૦ દિવસનો પગાર મળશે.

• ૨૪૭૮૦+૨૯૪૮૮ × ૩૦૦ ÷ ૩૦ = રૂા.૫,૪૨,૬૮૦/- રજાનો પગાર મળે.

(૬) જી.પી.એફ. :-

• જી.પી.એફ.ની કપાત બંધ ક્યારે થાય ? 
ફરજીયાત રીતે નિવૃત્તિના છેલ્લા ૩ માસ અને મરજીયાત રીતે નિવૃત્તિના ૬ માસ પહેલાં.

• ૫૮ વર્ષે જે મહિને પૂરા થાય તેના ૧૨ મહિના પહેલાં ૯૦ ટકા રકમ ઉપાડી શકાય છે.

દાખલા તરીકે ડિસેમ્બર-૨૦૧૫માં ૫૮ વર્ષ થતા હોય તો ડિસેમ્બર-૧૪ પછી ૯૦ ટકા ઉપાડી શકાય. જો ડિસેમ્બર-૨૦૧૫માં ૫૮ વર્ષ થતા હોયતો અને ત્રણ માસ પહેલા જી.પી.એફ.ની કપાત બંધ કરાવી હોય તો નવેમ્બર-૧૫ કે પછી ૧૦ ટકા ઉપાડની અરજી કરી શકાય.

(૭) જૂથ વિમાની રકમ ક્યારે મળે ?

જો ડિસેમ્બર-૨૦૧૫માં ૫૮ વર્ષ થતા હોયતો છેલ્લી કપાત ડિસેમ્બર- ૧૫માં થાય અને ફેબ્રુઆરી-૨૦૧૬માં જૂથ વિમા ઉપાડની દરખાસ્ત મોકલાવી શકાય.

(૮) સત્રનો લાભ :

જો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ કે એપ્રિલ મહિનામાં જન્મ થયો હોયતો ત્યાર પછીના મે મહિના સુધી સત્રનો લાભ મળી શકે અને જુન, જુલાઈ, ઓગષ્ટ કે સપ્ટેમ્બર માસમાં જન્મ થયો હોયતો ત્યાર પછીના ઓક્ટોબર માસ સુધી સત્રનો લાભ મળી શકે. પરંતુ આ માટે ૫૮ વર્ષ પૂર્ણ થવાના એક મહિના પહેલાં તાલુકા પ્રા. શિક્ષણાધિકારીશ્રીને લેખિત અરજી કરવી પડે.

(૯) રજાના પગાર વિષે વિશેષ માહિતી :

• સત્રના લાભ અને રજાના પગાર સાથે કોઈ સબંધ નથી

• જો નવેમ્બરમાં જન્મ થયો હોય તો સત્રના લાભ સાથે મે-૨૦૧૬માં નિવૃત્ત થવાય. પરંતુ રજાનો પગાર ૫૮ વર્ષ થયાના બીજી મહિને એટલે કે ડિસેમ્બર-૨૦૧૫માં ખરેખર મળવાપાત્ર થાય. પરંતુ રાજયના કેટલાક તાલુકામાં સત્રના લાભ લઈને નિવૃત્તિ પછી જ રજાનો પગાર અપાય છે. આ નિયમથી વિરૂધ્ધ છે. જુનમાં જન્મ થયો હોય અને સત્રના લાભ સાથે ઓક્ટોબરમાં નિવૃત્ત થાય તો રજાનો પગાર જુલાઈ માસમાં મળવાપાત્ર થાય.

Pension, Gratuity, Cash Conversion of Leave, Group Insurance - Information for Teachers to Know

આ પણ જુઓ...