મોંઘવારી ભથ્થા દર અપડેટ | Dearness Allowance (DA) rate update

ભથ્થા ત્રણ હપ્તામાં ચૂકવાશે
મોંઘવારી ભથ્થાના તા . ૧/૧/૨૦૨૨ થી તા . ૩૧/૭/૨૦૨૨ દરમ્યાનના કુલ સાત ( સાત ) માસના તફાવતની રકમ , કુલ ત્રણ હપ્તામાં ,
( ૧ ) પ્રથમ હપ્તો જાન્યુઆરી -૨૨ થી માર્ચ -૨૦૨૨ ના તફાવતની રકમ ઓગષ્ટ -૨૦૨૨ ના પગારની સાથે
( ૨ ) એપ્રિલ -૨૦૨૨ થી જુન -૨૦૨૨ ના તફાવતની રકમ સપ્ટેમ્બર -૨૦૨૨ ના પગારની સાથે તથા
( ૩ ) જુલાઇ -૨૦૨૨ ના તફાવતની રકમ ઓક્ટોબર -૨૦૨૨ ના પગારની સાથે ચુકવવાની રહેશે .


તારીખ 1-1-2022 થી 34 % મોંઘવારી ભથ્થા અને એરિયસ બાબત લેટર

34% DA મુજબ મોંઘવારીનું એરિયસ ગણતરી કરો.. આ કેલ્ક્યુેટરમાં


SAS માં ઑનલાઇન બિલ સબમિટ કરવા માટેની સુચનાઓ

જાન્યુઆરી થી જુલાઈ સુધીનું મોંઘવારી તફાવત પત્રક મુકાઈ ગયું છે જે ભરી દેવુ

જન્માષ્ટમી વેકેશન હોઇ પે સેન્ટર તાલુકા તેમજ શાળા માટે જે અપડેશન કાર્ય બાકી હશે તે સોમવાર પછી અપડેટ થશે..


મોઘવારી તફાવત બિલ અંગેના સામાન્ય પ્રશ્નો

મોઘવારી તફાવત બિલમાં નામ નથી આવતું અથવા ભૂલથી રદ થઇ ગયું છે

સ્ટેપ ૧- જેટલા નામ હોય તે નામ સાથે બીલ સબમિટ કરો એટલે કે સેવ કરો

સ્ટેપ ૨પે.સેન્ટર માંથી મોઘવારી ના મંજૂર કરાવી દો.

સ્ટેપ ૩- શાળા લોગીન માં મોંઘવારી તફાવત બિલ માં જાઓ અને દૂર કરવા લાલ બટન પર ક્લિક કરો.

સ્ટેપ  ૪- do you want to delete this records?
આવે તેમાં Ok આપો.

હવે તમામ નામ આવી જશે

સ્ટેપ ૫- આ બિલને ફરી સબમિટ કરો.


મારે અમુક માસનું બીલ ભરવાનું નથી તો શું કરવું?

જે તે શિક્ષક ના જે માસનું બિલ ભરવાનું ના હોય તે  શિક્ષકની સામે આપેલ માસ સામેથી ટીક માર્ક હટાવી દો પછી સબમિટ કરો.


બદલી થયેલ શિક્ષકનું બીલ જૂની શાળામાં બનશે કે નવી શાળામાં?

હાલ જે શાળામાં નોકરી કરી રહ્યા છે એ શાળામાં બનશે.


અમુક શિક્ષકને તફાવત બીલ લેવાનું નથી

જે તે શિક્ષક નું બિલ ભરવાનું ના હોય તે  શિક્ષકની નામની સામેથી ટીકમાર્ક હટાવી દો પછી સબમિટ કરો.


SAS LOGIN


નોંધ : ૩૪ % મોંઘવારી પગારબિલમાં અપડેટ થઈ ગઈ છે બીલ બનાવતી વખતે તમામ સેલમાં ટેબ કી નો ઉપયોગ કરવો

Previous Post Next Post