Breaking News

નવી અપડેટ મેળવવા માટે WhatsApp - Telegram - Facebook પર Follow કરો... ❤️

Showing posts with label ADMISSION. Show all posts
Showing posts with label ADMISSION. Show all posts

બાલવાટિકા પ્રવેશ ફોર્મ | વિદ્યાર્થીને બાલવાટિકામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ | Balvatika Gujarat Admition Form pdf

Balvatika pdf Admition Form in Gujarati

બાલવાટિકામાં વિદ્યાર્થીને એડમિશન આપવા માટેનુ પ્રવેશ ફોર્મ | વિદ્યાર્થીને બાલવાટિકા માં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ


જે બાળકોની ઉંમરના 5 વર્ષ પૂરા થાય તેવા તમામ બાળકોને પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં પ્રવેશ આપવાનું ઠરાવવામાં આવેલ છે. તે મુજબ આવા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જૂન માસમાં બાલવાટિકા વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવાનો હોય છે. 

પ્રાથમિક શાળાઓને ઉપયોગી થાય તે માટે બાલવાટિકા પ્રવેશ ફોર્મ તૈયાર કરીને તેની pdf ફાઈલ અહીં મૂકવામાં આવેલ છે. જે તમામ શાળાઓને ઉપયોગી થશે. આ ફાઈલ શાળાઓ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કરી ઉપયોગ કરી શકે છે. 

અગત્યની લિંક્સ 

👉 બાલ વાટિકા પ્રવેશ ફોર્મ 2025-26 PDF,, ડાઉનલોડ કરો 


બાલવાટિકા પ્રવેશ ફોર્મ | વિદ્યાર્થીને બાલવાટિકા માં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ | Balvatika Admition Form pdf For Gujarat

·

GCAS (Gujarat Common Admission Service) ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા રજીસ્ટ્રેશન @ gcas gujgov

GCAS (GUJARAT COMMON ADMISSION SERVICE) ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા રજીસ્ટ્રેશન@ https://gcas.gujgov.edu.in/

આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 પછીના તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે કોમન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓએ દરેક કોલેજમાં જઈને એડમિશન માટેનું પ્રવેશ ફોર્મ ભરવાનું નથી ફક્ત આ પોર્ટલ પર એક જ એપ્લિકેશન કરીને પોતાની પસંદગીની ગુજરાતની કોઈપણ કોલેજમાં એડમિશન મેરીટ ના આધારે મેળવી શકાશે. ધોરણ 12 પછીના અભ્યાસક્રમો જેવા કે BA, Bcom., B.Sc, BBA, BCA, MA, MSc, MBA, MCA, LLB, LLM, PhD, વગેરે... માં આ પોર્ટલ થકી જ એડમિશન પ્રક્રિયા ફરજિયાત થવાની છે માટે તેના પર રજીસ્ટ્રેશન કરાવવું દરેક માટે જરૂરી છે.


🔥છેલ્લી તારીખ: 20/05/2025

🔥🔥 ધોરણ 12 પાસ વિદ્યાર્થી માટે અગત્યનો મેસેજ...તમામ વિદ્યાર્થી સુધી અવશ્ય મોકલો.

◆ ધોરણ 12 ની પરીક્ષા આપેલ દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે જેમને કોલેજમાં B.A, B.Sc, B.COM, B.ED એડમિશન લેવાનું હોય એમના માટે ગુજરાત સરકારશ્રીએ ચાલુ વર્ષથી કોમન એડમિશન પોર્ટલ GCAS બનાવેલ છે જેની ઉપર વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન  કરાવવાનું રહેશે જેના માટે આ https://bit.ly/3VGCSdb સાઇટની મુલાકાત લો.

✍️ પ્રવેશ માટેના રજિસ્ટ્રેશન માટે નીચે અનુસાર પ્રક્રિયા કરવાની છે.

◆ કોઈપણ જાણકાર કમ્પ્યુટર સેન્ટર પર જઈને...
સૌ પ્રથમ https://bit.ly/3VGCSdb સાઈટ ઓપન કરવી.

◆ ત્યારબાદ નીચે આપેલ ONLINE APPLICATION HERE ઉપર ક્લિક કરવું ત્યારબાદ બાજુ ઉપર Apply Now પર ક્લિક કરવું.

ત્યારબાદ જે વિગતો ખૂલે તેમાં વિદ્યાર્થીએ ધોરણ 10 ની માર્કશીટ મુજબ પોતાનું નામ અને જન્મતારીખ નાખવા.

◆ એમાં જ પોતાની કેટેગરી ધ્યાનથી લખવી.

ત્યાં વિદ્યાર્થીનું પોતાનું ઇમેઇલ આઈડી નાખવાનું રહેશે. (જો ઇ મેઈલ આઇડી ન હોય તો બનાવડાવી લેવું)

◆ પોતાનો મોબાઈલ નંબર જે કાયમ માટે ચાલુ રહે એ જ નાખવો.

આટલું ભર્યા પછી તમે જે મોબાઈલ અને ઇમેઇલ આઇડી નાખ્યા હોય એ બંને પર જ જુદા જુદા OTP આવશે એ નાખવાનો રહેશે.

◆ ત્યારબાદ તમને તમારા મોબાઈલ નંબર પર અને ઈમેઈલ પર તમારું રજિસ્ટ્રેશન થઈ ગયા અંગેનો મેસેજ આવી જશે.

છેલ્લે તમને તમારા ઈમેઈલ આઇડી પર એક મેઈલ આવશે, જેમાં એક User Name અને Password મોકલવામાં આવ્યો હશે એને તમારે કાયમ માટે ખૂબ કાળજીપૂર્વક સાચવી રાખવાનો રહેશે.

◆ કોલેજમાં એડમિશન માટેની આગળની પ્રક્રિયા માટે આ User Name અને Password તથા ઇમેઇલ આઈડી સાચવવા જરૂરી છે, એના વગર આગળની કોઈ જ પ્રક્રિયામાં તમે જોડાઈ શકશો નહિ જે ગંભીરતાપૂર્વક ધ્યાને લેવું.

◆ અગાઉના વર્ષમાં જેમને ધોરણ 12 ની પરીક્ષા આપી હોય એમને પણ જો એડમિશન લેવું હોય તો પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
રજીસ્ટ્રેશન કરતી વખતે કોર્સમાં Under Gruduate સિલેક્ટ કરવું.

જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું નહિ હોય એ ગુજરાતની કોઈપણ કોલેજમાં એડમિશન લઈ શકશે નહીં, જેની ગંભીરતા ધ્યાને લેશો.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે
👉 https://bit.ly/3VGCSdb
➖➖➖➖➖➖➖➖➖➖
✔️ તમારા દરેક ગ્રુપ અને હાલ ધોરણ 12ની પરીક્ષા આપેલ અને કોલેજ કરતા દરેક મિત્રો સુધી પહોંચાડો.


GCAS ઑનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો

સૌપ્રથમ તમામ વિદ્યાર્થીઓએ જેઓ પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેઓએ GCAS (Gujarat Common Admission Service) પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનો રહેશે. જે 1 એપ્રિલથી ચાલુ થઈ ગયેલ છે.

નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 (NEP-2020) એ શિક્ષણના માળખામાં ટેકનોલોજીના એકીકરણને સમર્થન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.  ડિજીટલ ઈન્ડિયા પહેલ સાથે સંલગ્ન, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શિક્ષણ ક્ષેત્રે માહિતી ટેકનોલોજીના સમાવેશને પ્રોત્સાહન આપ્યું છે.

GCAS રજીસ્ટ્રેશન @ https://gcas.gujgov.edu.in/

ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) એ ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતી વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ એક સ્વપ્નદ્રષ્ટા પોર્ટલ છે.  આ પોર્ટલ રાજ્ય સરકારના કોમન એડમિશન પોર્ટલ તરીકે કામ કરે છે જેમાં એક છત્ર હેઠળ કલા, વાણિજ્ય, વિજ્ઞાન, ગ્રામીણ અભ્યાસ અને અન્ય જેવી તમામ શાખાઓનો સમાવેશ થાય છે.

GCAS એ સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, સરકારી કોલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજો અને SFIs સાથે સંકળાયેલી જાહેર યુનિવર્સિટીઓ માટેનો વન-સ્ટોપ સોલ્યુશન છે.  આ વ્યાપક પોર્ટલ વ્યૂહાત્મક રીતે પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને સીમલેસ અનુભવની સુવિધા આપવા માટે તમામ જરૂરી માહિતી અને સેવાઓને એકીકૃત કરવામાં આવી છે.


મુખ્ય વિશેષતાઓ

➡️ દ્વિભાષી ઈન્ટરફેસ: GCAS પોર્ટલ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે એટલે કે અંગ્રેજી અને ગુજરાતીમાં સરળ માહિતીની ઍક્સેસ અને વધુ સારી રીતે પહોંચી શકાય.

➡️ સરળ નોંધણી: એકીકૃત અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ દ્વારા બહુવિધ સરકારી યુનિવર્સિટીઓમાં નોંધણી માટે સુવ્યવસ્થિત એપ્લિકેશન પ્રક્રિયા.

➡️ વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ઈન્ટરફેસ: વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ, GCAS પોર્ટલ અરજદારોને અરજીની સ્થિતિ વિશે અપડેટ રાખીને, સીધા ઈન્ટરફેસ સાથે સીમલેસ એપ્લિકેશન અનુભવ પ્રદાન કરે છે.

➡️ પ્રયાસરહિત દસ્તાવેજ વ્યવસ્થાપન: GCAS દ્વારા દસ્તાવેજોનું સરળ સંચાલન અને અપલોડિંગ, અરજદારો માટે સરળ અને મુશ્કેલી-મુક્ત સબમિશન પ્રક્રિયાની ખાતરી કરવી.

➡️ રીઅલ-ટાઇમ સૂચનાઓ: ઉમેદવારને તેમની અરજીની સ્થિતિ, દસ્તાવેજની ચકાસણી અને અન્ય માહિતીની ઘોષણાઓ સંબંધિત નિયમિત અપડેટ્સ આપીને સમગ્ર પ્રક્રિયા દરમિયાન સારી રીતે માહિતગાર રાખવા.

➡️ સુલભ સહાય કેન્દ્રો: દરેક રાજ્યની જાહેર યુનિવર્સિટીઓમાં સમર્પિત સહાય કેન્દ્રો અને સમગ્ર ગુજરાતમાં 480 થી વધુ સંલગ્ન કોલેજો, વિદ્યાર્થીઓને સૌથી દૂરના સ્થાનોથી પણ મુશ્કેલી-મુક્ત અરજી પ્રક્રિયાનો અનુભવ કરવામાં સહાયક કરે છે.


ફાયદા

વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ અભ્યાસક્રમો સંબંધિત માહિતી તેમજ આ અભ્યાસક્રમો ઓફર કરતી કોલેજો/યુનિવર્સિટીઓની માહિતી મેળવવાનું સરળ બનશે.

GCAS સાથે, ઉમેદવાર અમર્યાદિત યુનિવર્સિટીઓ, કોલેજો અને અભ્યાસક્રમો માટે વન-ટાઇમ ફી ચુકવણી સાથે અરજી કરી શકે છે.

રાજ્યમાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જરૂરી સમય અને પ્રયત્નોમાં નોંધપાત્ર ઘટાડો.

સમગ્ર રાજ્યમાં કોઈપણ યુનિવર્સિટી અથવા કોર્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ માટે અરજી કરવા માટે એકીકૃત સમયમર્યાદા.

ઉમેદવારોએ હવે દરેક યુનિવર્સિટી/કોલેજમાં અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં.  હવે, તેઓ તેમના સંબંધિત અભ્યાસક્રમો માટે સામાન્ય પ્રવેશ પ્રક્રિયા દ્વારા બહુવિધ યુનિવર્સિટીઓમાં અરજી કરી શકે છે.


GCAS રજીસ્ટ્રેશન @ https://gcas.gujgov.edu.in/


મહત્વપૂર્ણ સૂચનો

1. અંતિમ નોંધણી, ફાઈનલ સબમિશન પહેલાં તમામ પ્રશ્નો પૂર્ણ કરવા ફરજિયાત છે.

2. હંમેશાં અપડેટેડ, વપરાશમાં હોય તેવાં ઈ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબરની વિગત ભરવાની ખાતરી કરો. આપેલા મોબાઈલ નંબર દ્વારા અરજી ફોર્મ સંબંધિત મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવશે.

3. ઉમેદવારે માતા-પિતા/વાલીઓનો સક્રિય સંપર્ક નંબર સબમિટ કરવો ફરજિયાત છે.

4. લાયકાત સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે. આને કારણે યુનિવર્સિટીઓ/કૉલેજોને સબમિટ કરેલા અરજી ફોર્મને શોર્ટલિસ્ટ કરવામાં મદદ મળે છે.

5. દસ્તાવેજની ચકાસણી અને અંતિમ નોંધણી માટે ઉમેદવારે યુનિવર્સિટી/કૉલેજની પસંદ કરેલી યાદી સંદર્ભે ઈ-મેઇલ મળ્યા પછી યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેવાની રહેશે.

6. વિકલાંગપણું : ઉમેદવારે શારીરિક વિકલાંગણાના 45 ટકાથી વધુનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.

: હવે માત્ર એક પ્રવેશ પ્રક્રિયાથી ગુજરાતની 14 યુનિવર્સિટી, 2752 કોલેજ અને 653 કોર્ષમાં પ્રવેશ


ફોર્મ ભરવા માટેની લિંક (રજીસ્ટ્રેશન માટેની લિંક)

Link :👉 https://gcas.gujgov.edu.in/


અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ:

1. અરજદાર પાસે સક્રિય ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર હોવા જોઇએ.

2. અરજદાર એક જ ઇમેઇલ આઇડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકે છે.

3. અરજદાર પાસે 50 K.B. ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે.

4. સંપૂર્ણ અરજી ભરવા માટેઅરજદાર પાસે મહત્તમ 200 કે.બી.ની સાઇઝના દસ્તાવેજો હોવા જોઈએ.


ફોર્મ ભરવા માટે જરૂરી વિગતો

1.તાજેતરની માર્કશીટ

2. શાળા છોડવાનું પ્રમાણપત્ર

3. જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)

4. નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડે તો)

5. દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)

6. ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)

7. નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)

ફોર્મ ભરવા માટેની લિંક (રજીસ્ટ્રેશન માટેની લિંક)

Link :👉 https://gcas.gujgov.edu.in/

·

જન્મ તારીખની ખરાઈ અંગેનું વાલીનું સોગંદનામુ | Birth Certificate Affidavit For School

RTE 2009 અનુસાર હવે 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને પ્રાથમિક શાળાના બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવે છે. તેમજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને પ્રાથમિક ધોરણ -1 માં પ્રવેશ આપવામાં આવે છે. 

 પ્રવેશ આપવા માટે બાળકની ઉંમરના 5 વર્ષ પૂરા થયા છે તે જોવા માટે જન્મ તારીખનું પ્રમાણપત્ર આપવું જરૂરી છે. તોજ બાળકની ઉંમરનો સાચો ખ્યાલ આવી શકે છે. વધુમાં આ પ્રવેશ આપેલ તમામ બાળકોની ઑનલાઇન Child Teaching System (CTS) માં એન્ટ્રી કરવાની હોય છે. જેમાં બાળકનો Child UID જનરેટ થાય છે. જેના પરથી બાળકનો સંપૂર્ણ ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. તેમજ મેળવી શકાય છે. 

આ તમામ બાબતો માટે બાળકને પ્રવેશ આપવા માટે બાળકની જન્મ તારીખનો સાચો પુરાવો મેળવવો જરૂરી છે, પરંતુ ક્યારેક બાળકની સાચી જન્મ તારીખનું પ્રમાણપત્ર વાલી પાસે હોતું નથી અથવા તો મળતું નથી. ત્યારે શું કરવું ?

RTE 2009 મુજબ તમામ બાળકોને પ્રવેશ આપવો ફરજિયાત છે. તો આવા બાળકો કે જેમની જન્મ તારીખનું પ્રમાણપત્ર ન હોય તો તેવા બાળકોને શાળામાં પ્રવેશ આપવા માટે વાલીનું જન્મ તારીખની ખરાઈ અંગેનું સોગંદનામું મેળવવાનું હોય છે. આ સોગંદનામું મેળવવા માટે તેનો નમૂનો pdf અહીં મૂકવામાં આવેલ છે, જેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શાળામાં શિક્ષક મિત્રો પ્રવેશ આપવા માટે ઉપયોગ કરી શકે છે. 


આ પત્રક www.rdrathod.in દ્વારા નમૂના પ્રમાણે તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કદાચ કોઈ ક્ષતિ રહી ગયેલ અથવા સુધારો કરવા પાત્ર જણાય તો અમને જરૂર જણાવશો... 

આ માહિતી ઉપયોગી લાગે તો બીજા શિક્ષક મિત્રોને પણ મોકલજો... 

Thank You


Birth Certificate Affidavit For Child Admission in School
બાળકને શાળામાં દાખલ કરવા માટે વાલી પાસેથી લેવાનુ જન્મ તારીખનું સોગંદનામું
·

CET Exam 2024 | ધોરણ -5 અને 8 ની કોમન પ્રવેશ પરીક્ષા

 ધોરણ -૫, ૮ ની કોમન પ્રવેશ પરીક્ષા - ૨૦૨૪ જાહેરનામું 


 વર્ષ ૨૦૨૪ ના શૈક્ષણિક સત્રથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ...

  1. જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ ( GSRS )
  2. જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ ( GSTRS )
  3. જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ ( GSDS )અને
  4. રક્ષાશક્તિ સ્કુલ્સ ( RSS ) 
  5. મોડેલ સ્કૂલ

શરૂ થનાર છે, આપ જાણો છો તેમ મોડલ સ્કુલ્સમાં પણ ઘણા સમયથી પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે . આમ કુલ ૦૫ ( પાંચ ) પ્રકારની યોજનાઓની શાળામાં ધોરણ -૬ માં પ્રવેશ માટે અત્રેની કચેરીના સંદર્ભના જાહેરનામાંથી એક કોમન પ્રવેશ પરીક્ષા યોજવા માટે જાહેરનામું બહાર પાડેલ છે . 

ખૂબ અગત્યની જાહેરાત

 નિયામક શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, બીજો માળ, સેકટર-૧૯,ગાંધીનગર,ગુજરાત રાજ્ય

 સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સેકટર-૧૭, ગાંધીનગર, ગુજરાત રાજ્ય

 જ્ઞાનશક્તિ રેસીડેન્સીઅલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીઅલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ સ્કૂલ્સ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓ દ્વારા યોજનાની ઓનલાઈન પસંદગી કરવા માટેની જાહેરાત

 sd/- નિયામક શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય, ગાંધીનગર

 sd- સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર



શાળા પસંદગી માટેનો વિડીયો જુઓ
👇👇👇


  • આ પરીક્ષા નિ:શુલ્ક છે . 
  • ઉક્ત શાળાઓ ધોરણ -૦૬ થી ૧૨ સુધીની હોય છે . 
  • આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે . 
  • વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું , રેસીડેન્સિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય , રમત - ગમત , કલા અને કૌશલ્ય તાલીમ , શ્રેષ્ઠ શિક્ષણ પધ્ધત્તિઓ અને ઉચ્ચ અદ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે . 
  • પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે . 
  • અત્રેની કચેરીના સંદર્ભના જાહેરનામાં દર્શાવેલ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ સદરહું પરીક્ષાના ફોર્મ વધુમાં વધુ ભરી શકે તે માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , મદદનીશ શાસનાધિકારીશ્રી BRC કો.ઓડિનેટરશ્રી , CRC કો.ઓર્ડિનેટરશ્રી , આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓને આપની કક્ષાએથી સુચના આપવા વિનંતી છે . 
  • તેમજ શાળાના આચાર્યશ્રીઓએ વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં મદદરૂપ થાય તથા BRC કો.ઓડિનેટરશ્રીઓ અને CRC કો.ઓર્ડિનેટરશ્રીઓએ પણ શાળાઓમાં વધુને વધુ આવેદનપત્રો ભરાય તે માટે માર્ગદર્શિત કરે તેવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે .


અગત્યની લિંક્સ

 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર
 મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર

CET Exam Hall Ticket 2024 PDF Download



CET (કોમન પ્રવેશ પરીક્ષા) ધોરણ-૬ જાહેરનામું

CET (કોમન પ્રવેશ પરીક્ષા) ધોરણ-૬ જાહેરાત

CET (કોમન પ્રવેશ પરીક્ષા) ધોરણ-૬ જિલ્લાવાર બી.આર.સી.ભવન માહિતી

જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઠરાવ

રક્ષાશક્તિ સ્કૂલ્સ ઠરાવ

જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ ઠરાવ

જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ્સ, જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને મોડલ સ્કૂલ્સની માહિતી
·

Eklavya School Admission 2024-25 | એકલવ્ય મોડેલ રેશીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ માહીતી 2024-25

પછાત અને આદિજાતિના વાલીઓ માટે બાળક ધોરણ-5માં અભ્યાસ કરતો હોય તો બાળકને એકલવ્ય મોડેલ રેસીડંસીયલ સ્કૂલમાં ધોરણ-6 થી 12 સુધી વિનામુલ્યે ઉચ્ચસ્તરીય શિક્ષણ આપી શકો છો. ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (આદિજાતિ વિભાગ) દ્વારા EKLAVYA SCHOOL ADMISSION 2024-25 (એકલવ્ય મોડેલ રેશીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ માહીતી 2024-25 માટે જાહેરાત કરવામાં આવેલ છે.

Eklavya School Admission 2024-25

એકલવ્ય મોડેલ રેશીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ શું છે ?

આદિજાતિ બાળકોના  સર્વાંગી વિકાસ માટે વિનામુલ્યે  ગુણવત્તાસભર શિક્ષણ,  ભોજન તથા આનંદ દાયક વાતાવરણ પુરુ પાડવામાં આવે છે. બાળકોને  આ સ્કુલમાં મફત ગણવેશ, પુસ્તકો, લાઇબ્રેરી, કોમ્પ્યુટર શિક્ષણ તેમજ આધુનિક શૈક્ષણિક અને રમતગમતની સુવિધા સાથે અભ્યાસની તકો પ્રાપ્ત થાય છે. જે કોઇ પણ મોટી ખાનગી સ્કૂલો જેવી હોય છે. બાળકોને  ધોરણ-6 માં પ્રવેશ મળી ગયા બાદ ધોરણ-12 સુધી ચિંતામુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય છે.

મહત્વની તારીખો

✓ અરજી કરવાની તારીખ : 28, ફેબ્રુઆરી 2024
✓ અરજી કરવાની અંતિમ તારીખ : 21, માર્ચ 2024 સાંજે 6:00 કલાક સુધી
✓ પરીક્ષાની તારીખ : 28 એપ્રિલ 2023
✓ પરિણામ જાહેર કરવાની તારીખ : મે, 2024 માં બીજુ અઠવાડિયુ.

મોડેલ સ્કૂલ પ્રવેશ માટે કોણ અરજી કરી શકશે ?

  • વિદ્યાર્થી એસ.ટી. કેટેગરીનો હોય.
  • ઉંમર પ્રવેશ વખતે ઓછામા ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 13 વર્ષ.
  • વિદ્યાર્થી હાલ ધોરણ-5 માં અભ્યાસ કરે છે જે સરકારી સ્કૂલ હોવી જોઇએ.
  • આદિમજુથ, વિચરતી જાતી, વિમુક્ત જાતિ  તથા હળપતિ બાળકોને 5% ની અનામત મળશે.
  • દિવ્યાંગ બાળકોઅને 5 % અનામત મળવાપાત્ર છે.
  • અનાથ બાળકો, દિવ્યાંતા ધરાવનાર માતા-પિતાના બાળકો તેમજ વિધવા માતાના બાળકોને 10 % અનામત મળશે.

અરજી પત્રકો ક્યાં મળી શકશે ?


વિભાગની ઓફીશિયલ વેબસાઇટ:

eklavya-education.gujarat.gov.in
tribal.gujarat.gov.in
dsag.gujarat.gov.in
adijatinigam.gujarat.gov.in
comm-tribal.gujarat.gov.in
egram.gujarat.gov.in
વેબસાઇટ પરથી આપ ડાઉનલોડ કરી શકો છો અને આ ફોર્મ મેન્યુઅલ ભરવાનું રહેશે.

આ સિવાય આ ફોર્મ નીચે મુજબના સ્થળે પણ ઉપલબ્ધ થશે.

  • સંબંધિત ગામની પ્રાથમિક શાળા
  • તમામ એકલવ્ય મોડેલ રેસીડંસીયલ સ્કૂલ
  • મોડેલ શાળાઓ
  • નિવાસી શાળાઓ
  • ગ્રામપંચાયત
  • આશ્રમશાળાઓ અને આદર્શ નિવાસી શાળાઓ
  • પ્રયોજના વહીવટદારની કચેરીઓ
  • પરીક્ષા કેન્દ્ર જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ

અરજી જમા કરવાનું સ્થળ

આપ જે પરીક્ષા કેન્દ્ર માં પરીક્ષા આપવા માંગો છો તે કેન્દ્ર પર રૂબરુ કે ટપાલ દ્વારા અરજી મોકલવાની હોય છે. પરીક્ષા વખત આપને અરજી મોકલેલ એ સ્કૂલમાંથીજ પ્રવેશપત્ર ઇસ્યુ કરવામાં આવે છે.
પરીક્ષા સમયે દસ્તાવેજી પુરાવા રજુ કરવાના રહેતા નથી, જો આપ ઠરો છો ત્યારે ડોક્યુમેંટ રજુ કરવાના રહેશે. અહીં આપ પાત્રતા ધરાવતા હશો તોજ અરજી કરવી નહિતર જ્યારે આપને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવે ત્યારે ગેરલાયક ઠરશો તો આપનું પ્રવેશ રદ થઇ શકશે.

હેલ્પલાઇન નંબર અને ઓફિસિયલ વેબસાઇટ

18002337928
official website

મહત્ત્વપૂર્ણ લિંક્સ 🖇️

અરજી ફોર્મ pdf ડાઉનલોડ અહીં ક્લિક કરો
પ્રવેશ જાહેરાત અહીં ક્લિક કરો
EMRS શાળાઓનું લીસ્ટ અહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

એકલવ્ય મોડેલ રેસીડન્સીયલ સ્કૂલ વિશેની આ કેટલીક માહિતી પુરી પાડવામાં આવેલ છે. આ સિવાય આપ વધુ માહિતી માટે ઓફિસિયલ વેબાસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકશો. આર્ટિકલ ઉપયોગી થયો હોય તો અન્ય સુધી જરૂર પહોંચાડશો.
·

ITI Admission Gujarat 2023 | આઈ ટી આઈ એડમિશનની તમામ માહિતી જુઓ.

Gujarat ITI Admission 2023 |આઈ.ટી.આઈ ના કોર્સ |  ITI Admission Form Online 2023 | આઈ ટી આઈ કોર્સ List |ITI Admission 2023 

   ભારત દેશમાં સ્કીલ ઈન્‍ડિયા હેઠળ કામદારોનો હિસ્સો ખૂબ અગત્યનો છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત, સ્થાનિક ઉદ્યોગની માંગ મુજબ વિવિધ રોજગારી માટે કૌશલ્યની તાલીમ આપવા તાલીમ સંસ્થાઓ પ્રયાસો હાથ ધરે છે. જેને ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) તરીકે ઓળખવામાં આવે છે. ITI Admission Gujarat 2023 પ્રોસેસ ચાલુ થઈ ગયેલ છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.

     Directore of Employmemt and Training (DET)  દ્વારા ટેકનીકલ અને નોન-ટેકનિકલ કોર્સ માટે આઈ ટી આઈ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. Gujarat ITI 2023 Application Form ઓનલાઈન પ્રક્રિયા 3 May 2023 ચાલુ થઈ ગયેલ છે. એડીમિશન મેળવવાની પ્રકિયા ફક્ત online જ છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મેરીટના આધારે થાય છે. આ આર્ટિકલ દ્વારા, આઈટીઆઈ એડમિશન માટેની તમામ માહિતી મેળવીશું.


 Gujarat ITI Eligibility Criteria (પાત્રતા)

        ગુજરાતની વિવિધ ITI માં એડીમિશન મેળવવા અલગ-અલગ પાત્રતા નકકી કરેલી છે. જે નીચે મુજબ છે.
  • ભારત દેશના નાગરિક હોવા જોઈએ.
  • ગુજરાત રાજ્યનું Domicile Certificate ધરાવતા હોવા જોઈએ.
  • ઉમેદવારોને 14 વર્ષ કે તેથી વધુ વય મર્યાદા હોવી જોઈએ.
  • ઉમેદવાર ધોરણ-10 પાસ હોવો જોઈએ. ઉપરાંત મીની આઈટીઆઈ માં એડમિશન માટે ધોરણ-7 થી વધુ અભ્યાસ કરેલો હોવો જોઈએ.

Highlight Point Of ITI Admission 2023

વિગતો માહિતી/તારીખ
એડિમિશન ટ્રેડનું નામ ફીટર, ટર્નર,મિકેનિકલ,પ્લમ્બર એવા ઘણા બધા ટ્રેડો
લાયકાત: ધોરણ 8, 10 અથવા 12 પાસ
એડમિશન ફી: 50 (Online Mode)
અધિકૃત વેબસાઈટ: Click Here
ઓનલાઈન પ્રારંભ તારીખ: 24/05/2023
છેલ્લી તારીખ: 25 June 2023
ઓફિશિયલ વેબસાઈટ: https://itiadmission.gujarat.gov.in/
ડાયરેક્ટ ઓનલાઈન એપ્લિકેશન: ITI Direct Online Application

Application Fee (અરજી ફી)

        ગુજરાતની ITI માં એડમિશન મેળવવા માટે પ્રવેશ ફી ચુકવવાની હોય છે. જેની વિગતો નીચે મુજબ છે.
  • ઉમેદવારોને આઈટીઆઈ સંસ્થામાં પ્રવેશ મેળવવા Fee રૂપિયા 50 ચૂકવવાના રહેશે.
  • એપ્લિકેશન ફી Online Mode દ્વારા ચૂકવવાના રહેશે.
  • વિદ્યાર્થીઓ પોતાના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઇન્ટરનેટર બેંકિંગ દ્વારા પોતાની એપ્લિકેશન ફી ભરવાની રહેશે.

Gujarat ITI Application Form ની અગત્ય બાબતો

     ગુજરાત રાજ્યમાં આઈટીઆઈના અરજી ફોર્મ  2023 પ્રોસેસ ચાલુ થઈ ગયેલી છે. જેની અગત્યની સૂચનાઓ નીચે મુજબ છે.
  • ITI માં પ્રવેશ મેળવતા પહેલા કેટલીક પાત્રતા નક્કી છે, જે ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ.
  • ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર આપેલા સૂચનો મુજબ અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારોઓએ ઓનલાઇન અરજી ફોર્મ છેલ્લી તારીખ પહેલા ફરજિયાતપણે ભરવાનું રહેશે.
  • વિદ્યાર્થીઓએ પોતાની ઓનલાઇન ફોર્મ ભર્યાની પ્રિન્ટ અને રસીદ સાચવીને રાખવાની રહેશે.

Document Required For ITI Admission 2023

      ગુજરાત રાજ્યમાં ઘણી બધી આઈટીઆઈ સંસ્થાઓ છે. જેમાં પ્રવેશ મેળવવા માટે Online Form ભરવાનું રહેશે. જેના માટે કેટલાક ડોક્યુમેન્ટ જરૂરી છે, જે નીચે પ્રમાણે છે.
  1. ધોરણ-10 ની માર્કશીટ
  2. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  3. પાસપોર્ટ સાઈઝનો ફોટો
  4. આધારકાર્ડ
  5. આવકનું પ્રમાણપત્ર
  6. નોન-ક્રિમિનિયલ સર્ટિફિકેટ (OBC જાતિના વિદ્યાર્થીઓ માટે)
  7. બેંક પાસબુક
  8. જાતિ અંગેનું પ્રમાણપત્ર (EWS, OBC,SC, ST માટે)
  9. મોબાઈલ નંબર/ઈમેઈલ આઈડી
  10. દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો)

ITI Admission Gujarat 2023 | આઈ ટી આઈ એડમિશનની તમામ માહિતી મેળવો.


How To Filling Online Application For ITI Admission

         રાજ્યમાં ટેકનીકલ અને નોન-ટેકનીકલ શિક્ષણ મેળવવા માટે ITI માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. જેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
  • સૌપ્રથમ Google Chorme માં ITI Admission લખવાનું રહેશે.
  • જેમાંથી Google Search Result માંથી https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આ વેબસાઈટ પર Home Page પર “Apply For New Registration“લિંક પર ક્લિક કરવું.
  • ITI Admission Gujarat | iti admission.gujarat.gov.in | 


  • હવે, રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે, જેમાં માંગ્યા મુજબની વ્યક્તિગત, શૈક્ષણિક વિગતો ભરવાની રહેશે.
  • તમામ વિગતો ભર્યા બાદ બાંહેધરી આપીને, સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન ફોર્મ સબમીટ કર્યા બાદ, એક રજીસ્ટ્રેશન નંબર આવશે જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Photo Upload Process (ફોટો અપલોડ કરવાની પ્રોસેસ)

     ઉમેદવારોની પ્રાથમિક વિગતો ભર્યા બાદ ફોટો અપલોડની પ્રોસેસ કરવાની હોય છે. જે નીચે પ્રમાણે છે.

  • ઉમેદવારોએ પોતાનો ફોટો અપલોડ કરવા માટે રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ નાખીને Login કરવાનું રહેશે.
  • વિદ્યાર્થીએ પોતાનું વ્યક્તિગત લોગીન કર્યા બાદ, પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો 25 kb થી 100 kb નો અપલોડ કરવાનો રહેશે.
  • છેલ્લે,ફોટો અપલોડ કર્યા બાદ Photo Uploaded Successfully નો મેસેજ આવશે.

Confirm Application (અરજી કન્‍ફર્મ કરવાની પ્રક્રિયા)

    ITI Online Form માં વ્યક્તિગત માહિતી અને ફોટો અપલોડ કર્યા બાદ Confirm Application કરવાની હોય છે. પોતાની એપ્લિકેશન કન્ફર્મ કરતાં પહેલાં, લોગ-ઈન કર્યા બાદ “Preview Application” કરીને ચકાસી લેવાનું રહેશે. ઉમેદવારો પોતાની અરજી કન્ફર્મ કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Confirm Application બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ઉમેદવારે તમારો રજીસ્ટ્રેશન નંબર તેમજ જન્મદિવસ નાખીને “GO” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ, “Yes I Confirm” પર ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, બાંહેધરી આપીને “Confirm” કરતાં, તમારી અરજી કન્ફર્મ થઈ જશે.
  • Final Confirm માટે મોબાઈલ નંબર/ઈમેઈલ  પર SMS/Email માં OTP આવશે.
  • હવે, તમારે તે OTP નાખીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • અંતે, અરજી એકવાર કન્ફર્મ થયા બાદ કોઈપણ સુધારો-વધારો થશે નહીં.

Print Application (પ્રિન્‍ટ કાઢવાની પ્રોસેસ)

ઓનલાઈન અરજી કર્યા બાદ, ઉમેદવારો દ્વારા અરજી કન્ફર્મ કરવાની હોય છે. અરજી Confirm થયા બાદ તેની પ્રિન્ટ કાઢવાની હોય છે. Print Application કરવા માટે નીચે મુજબ સ્ટેપ્સને અનુસરવાના હોય છે.

  • ITI Website પર Home Page માં જવાનું રહેશે.
  • જેમાં Print Application પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં તમારા અરજી નંબર અને જન્મતારીખના આધારે પ્રિન્ટ કાઢી શકાશે.

ITI Course List | ગુજરાત આઈ.ટી.આઈ એડમિશન 2023 કોર્ષની યાદી

રાજ્યની વિવિધ આઈટીઆઈમાં ઘણા બધા કોર્ષ માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ છે. જેમાં ખૂબ પ્રચલિત કોર્ષની યાદી નીચે મુજબ છે.
  • ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ
  • મિકેનિક્સ ડીઝલ એન્જિન
  • મિકેનિક્સ મોટર વ્હીકલ
  • મિકેનિક રેફ્રિજરેશન અને એર-કંડિશનર.
  • સીવણ ટેકનોલોજી
  • વાયરમેન
  • કોમ્પપુટર સંચાલક
  • ઈલેક્ટ્રિશિયન
  • ફિટર
  • મિકેનિક ડીઝલ એન્જિન
  • વેલ્ડર (TASP)
  • વાયરમેન (TASP)
  • વાઈન્ડર
  • આર્મેચર મોટર રીવાઈન્ડિંગ/કોઇલ

Important Links Of ITI Admission Process

Sr.NO Subject
6 ITIમાં પ્રવેશ તથા મેરીટની વિગતો
9 User Manual For Online Fees Payment
10 Home Page

ITI Online Application Form માટેની અગત્યની બાબતો.

 આઈટીઆઈનું ઓનલાઇન ફોર્મ ભરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. જે નીચે મુજબ છે.

    1.ઓનલાઈન અરજી કરતી વખતી વખતે મોબાઈલ નંબર ફરજિયાત આપવો. જેથી સમયસર SMS Alert મળી રહે.

   2. Online Form ભર્યા બાદ પ્રિન્ટ કરતી વખતે, તમારા Browser નું Pop-up-Blocker “Off” હોવું જોઈએ. જે પ્રિન્ટ નવા Window માં ખુલશે.

    3.Online Application Form ભરતી વખતે સ્પેશિયલ અક્ષરો જેવા કે, !@#%$& નો ઉપયોગ કરવો નહીં.

    4. ઓનલાઇન ફોર્મમાં * માર્ક કરેલી માહિતી ફરજીયાત ભરવાની રહેશે.

    5.ઉમેદવારો દ્વારા માહિતી ખોટી ભરેલી હશે તો, ઉમેદવારી રદ થવાને પાત્ર થશે.

ITI Admission 2023 Last Date

     જે વિદ્યાર્થીઓને આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાનો હોય તો ઓનલાઇન અરજી કરવાની રહેશે. Online Application કરવાની છેલ્લી તારીખ 25 જૂન 2023 સુધીની છે. ત્યારબાદ ઓનલાઇન અરજી થશે નહીં જેની નોંધ લેવી.

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો


1. ITI માં વિવિધ પ્રકારના કોર્ષની પ્રવેશ માટેની લાયકાત શું છે?

જવાબ: આઈટીઆઈ માં ચાલતા કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓછામાં ઓછી ધોરણ-7 પાસ થી ધોરણ 12 અને ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા હોય તે એડમિશન મેળવી શકે છે.

2. આઈ.ટી.આઈ માં ચાલતા કોર્ષનો સમયગાળો શું હોય છે?

જવાબ:  રાજ્યમાં વિવિધ આઈ.ટી.આઈ માં ચાલતા કોર્ષનો સમયગાળો 6 માસથી 2 વર્ષ સુધીનો હોય છે.

3. I.T.I Admission માટેની વયમર્યાદા શું છે?

જવાબ: રાજ્યમાં ચાલતી I.T.I માં પ્રવેશ મેળવવા માટે તમામ ઉમેદવારોનું લઘુતમ વયમર્યાદા 14 વર્ષની છે.

4. આઈ.ટી.આઈ પ્રવેશ માટે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ: આ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25 જૂન 2023 સુધીની છે.

5. Gujarat ITI Admission 2023 માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ:  આઈટીઆઈ પ્રવેશ મેળવવા માટે આ https://itiadmission.gujarat.gov.in/ ઓફિશિયલ વેબસાઈટ છે.
·