Breaking News

નવી અપડેટ મેળવવા માટે WhatsApp - Telegram - Facebook પર Follow કરો... ❤️

Showing posts with label Electric Car. Show all posts
Showing posts with label Electric Car. Show all posts

પેટ્રોલ-ડીઝલની ચિંતા છોડો, Electric અવતારમાં આવી રહી છે New Maruti Alto, 400 K.M. સુધીની Reng પણ મળશે

હવે પેટ્રોલ-ડીઝલની ચિંતા છોડો અને થઈ જાઓ તૈયાર, Electric અવતારમાં આવી રહી છે Maruti Alto અલ્ટો, 400 કિ.મી. સુધીની Reng પણ મળશે


દેશની જાણીતી કાર નિર્માતા કંપની Maruti Suzuki આરામદાયક સુવિધાઓ સાથે લગ્ઝરી car ને બજારમાં લાવવા માટે ખુબ જ ફેમસ છે. આવી સ્થિતિમાં જ્યાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે તો વળી ત્યાં કાર કંપનીઓએ પણ તેમનાં ઇલેક્ટ્રિક વાહનો બજારમાં રજુ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય બજારમાં ઓટો કંપનીઓ ધુમ મચાવી રહી છે. બજારમાં એક થી એક ચડિયાતી ઇવી કાર લોન્ચ કરવામાં આવી રહી છે, જેનાં કારણે ગ્રાહકોને ઇવી ખરીદવા માટે ઘણા બધા વિકલ્પો મળ્યા છે. ઇલેક્ટ્રિક સેગમેન્ટ ઝડપથી વિકસતું માર્કેટ છે, જેનાં લીધે ઇ-બાઇક, ઇ-સ્કુટર અને ઇ-કાર લોન્ચ થઇ રહી છે.

આ જ ઇલેક્ટ્રિક કાર માં TATA મોટર્સ, MAHINDRA જેવી કંપનીઓએ પોતાની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે, જોકે દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીએ લોકોને નિરાશ કર્યા છે. આ કંપનીની એકપણ ઇલેક્ટ્રિક કાર હાલનાં સમયમાં બજારમાં ખરીદવા માટે ઉપલબ્ધ નથી. કંપનીએ તાજેતરમાં પ્રોડક્શન યુનિટ્સ માટે ઇવી વાહનો માટે મોટું રોકાણ કર્યું છે. કંપનીનાં આ પગલાથી ગ્રાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. કંપનીએ હાલમાં જ પોતાનાં ઇવી પ્લાન્ટનો પાયો નાખ્યો છે, જેનાં પરથી હવે આ કંપની પણ પોતાનાં ઈલેક્ટ્રિક વાહનો બનાવશે.

આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે કંપની આ પ્રોડક્શન યુનિટમાં આવા ઘણા વાહનો બનાવશે, જે ઇલેક્ટ્રિક હશે. દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી એ સતત પ્રોડક્શન યુનિટને હંફાવ્યું છે, જેનાં કારણે કંપનીની આગામી ઇ-કારની અપેક્ષા વધી ગઈ છે. મારુતિ સુઝુકી કંપની હવે હરિયાણાનાં ખારખોડા નામની જગ્યાએ પોતાનો ખાસ પ્લાન્ટ સ્થાપી રહી છે. અહીં જ મારુતિ સુઝુકી તેના ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરશે. આ જ સમાચાર મુજબ આ પ્લાન્ટને ૨૦૨૫ સુધીમાં શરૂ કરી દેવામાં આવશે.

કંપનીનું કહેવું છે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં તેમનાં ઇલેક્ટ્રિક વાહનો બજારમાં આવી જશે. તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૨.૫ લાખ યુનિટની રહેશે. મારૂતિ સુઝુકીનાં આ પ્લાન્ટમાં લગભગ ૧૧ હજાર લોકોને કામ મળશે. આ ઉપરાંત મોટર સાયકલ ક્ષેત્રે ૩ હજાર જેટલા યુવાનોને રોજગારી મળશે. તાજેતરનાં અહેવાલોમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે કંપની આ પ્લાન્ટમાં સૌથી લોકપ્રિય કાર ઇવી મોડેલોમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં બજારના ટોપ સેલિંગ વ્હીકલ ઇલેક્ટ્રિક અવતારમાં આવતી ફ્યુચરિસ્ટિક અલ્ટોનો પણ સમાવેશ થાય છે.

કંપની તેમાં ૩૦૦ થી ૪૦૦ કિ.મી.ની રેન્જવાળી ધાંસુ બેટરી પેકનો ઉપયોગ કરવા જઈ રહી છે, જેની કિંમત ૧૦ લાખની અંદર જ રહેવાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે મારુતિ સુઝુકી ઇલેક્ટ્રિક કાર તેમજ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ પણ લોન્ચ કરી શકે છે. મારૂતિ સુઝુકીનાં આ પ્લાનથી દેશને આવનારા સમયમાં ઇલેક્ટ્રિક કાર ની ભેટ મળી શકે છે. તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકીની અલ્ટો કાર એ પેટ્રોલ અને ડીઝલનાં વર્ઝનમાં ખુબ જ ધુમ મચાવી છે. સાથે જ આવનારા સમયમાં તેનું ઈલેક્ટ્રિક વર્ઝન કેવું હશે તે પણ જોવાનું રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે અલ્ટોનાં આ ઈલેક્ટ્રિક વર્ઝનને લઈને પહેલાથી જ લોકોની વચ્ચે ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ આ કાર નું આગમન દેશની બાકીની કંપનીઓમાં પણ સ્પર્ધા કરશે.
·

Alto કરતાં પણ સસ્તી છે આ ઇલેક્ટ્રિક કાર, ફુલ ચાર્જમાં ચાલશે 300 કિમી

Alto કરતાં પણ સસ્તી ઇલેક્ટ્રિક કાર, ફુલ ચાર્જમાં ચાલશે ૩૦૦ કિમી.
 

  • નેનો ઈવીની કિંમત મારૂતિ અલ્ટોથી પણ ઓછી
  • આ કારમાં ફક્ત બે બેઠકો આપવામાં આવી
  • આ કાર ટાટા નેનોથી પણ હશે નાની

રિપોર્ટ મુજબ, આ ફક્ત સૌથી નાની ઈલેક્ટ્રીક કાર નથી પરંતુ વિશ્વની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર પણ હોઈ શકે છે. એક રિપોર્ટ મુજબ, Nano EVની કિંમત 20 હજાર યુઆન (લગભગ 2.30 લાખ રૂપિયા) વધુ નહીં હોય. એટલેકે નેનો ઈવીની કિંમત હકીકતમાં મારૂતિ અલ્ટોથી પણ ઓછી હોઈ શકે છે. એટલું જ નહીં, નેનો ઈવી નિશ્ચિત રીતે ચીનમાં સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ ઈલેક્ટ્રીક કાર વુલિંગ હોંગગુઆંગ મિની ઈવી કારથી પણ સસ્તી હશે.

ચીની કાર મેકર કંપની Wuling HongGuang ની મીની ઇલેક્ટ્રિક કાર એક સફળ પ્રોડક્ટ રહી. વર્ષ ૨૦૨૦માં ૧,૧૯,૨૫૫ યુનિટ સાથે બીજી સૌથી વધારે વેચવાવાળી વિહિકલ હતી. હવે કંપની એક નવી ઇલેક્ટ્રિક કાર લાવી રહી છે. જેનું નામ Nano EV હશે. રિપોર્ટ પ્રમાણે તે ફક્ત સૌથી નાની ઇલેક્ટ્રિક કાર નથી, પરંતુ દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર પણ હોઈ શકે છે.
 

ચીનની કાર નિર્માતા કંપની વૂલિંગ હોંગગુઆંગની મિની ઈલેક્ટ્રીક કાર એક સફળ પ્રોડક્ટ રહી છે. વર્ષ 2020માં 1,19,255 યુનિટની સાથે આ બીજુ સૌથી વધુ વેચાતુ ઈલેક્ટ્રીક વાહન છે. હવે કંપની નવી ઈલેક્ટ્રીક કાર લાવી રહી છે. જેનું નામ Nano EV હશે

Alto થી પણ સસ્તી

CarNewsChina ની રિપોર્ટ પ્રમાણે Nano EV ની કિંમત ૨૦ હજાર યુએન (લગભગ ૨.૩૦ લાખ રૂપિયા) થી વધારે રહેવાની નથી. તેનો મતલબ છે કે Nano EV ની કિંમત ખરેખર માં મારુતિ અલ્ટો થી પણ ઓછી હોઈ શકે છે. એટલું જ નહીં, Nano EV નિશ્ચિત રીતે ચીનમાં સૌથી વધારે વેચવાવાળી કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક કાર Wuling Hongguang Mini EV થી પણ સસ્તી હશે.
  

BAW Yuanbao ચીની સંસ્કૃતિ પર આધારિત છે. યુઆનબાઓ શાહી યુગ દરમિયાન ઉપયોગમાં લેવાતા સોના અને ચાંદીના ચલણ તરીકે ચીનમાં આવ્યા હતા. તે સંપત્તિનું પ્રતીક છે અને BAW Yuanbao ના વપરાશકર્તાઓને સારા નસીબની શુભેચ્છાઓ આપે છે. BAW એ હજુ સુધી Yuanbao ની રિલીઝ તારીખ જાહેર કરી નથી. યુઆનબાઓનું 4-દરવાજાનું વર્ઝન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. BAW Yuanbao 200kW રીઅર-વ્હીલ-ડ્રાઈવ મોટર દ્વારા સંચાલિત છે. ટોપ સ્પીડની વાત કરીએ તો તે 100 kmphની ટોપ સ્પીડથી ચાલી શકે છે. Yuanbao માટે બે બેટરી પેક વિકલ્પો આપવામાં આવ્યા છે જે 9.6kWh અને 13.6kWh છે.

યુઆનબાઓ એક સરાઉન્ડ કેમેરા સિસ્ટમ ધરાવે છે જે કોઈપણ સમયે 360-ડિગ્રી દૃશ્ય પ્રદાન કરે છે. કારને આગળ અને પાછળ રડાર, ઇલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમ અને મુશ્કેલ કોણીય વિસ્તારો માટે સહાયક કાર્ય મળે છે. આગળના ભાગમાં ડિસ્ક બ્રેક્સ છે જ્યારે પાછળના ભાગમાં ડ્રમ બ્રેક્સનો ઉપયોગ થાય છે.

ટાટા નેનો થી પણ હશે નાની

કંપનીએ આ કારને 2021 તિયાંજીન ઇન્ટરનેશનલ ઓટોમાં રજુ કરી હતી. અર્બન યુઝ પ્રમાણે બનાવવામાં આવેલી આ કાર માત્ર ૨ સીટ આપવામાં આવી છે. કાર ની ટર્નિંગ રેડિયસ ૪ મીટરથી પણ ઓછી છે. ડાયમેન્શન ની વાત કરીએ તો Nano EV ની લંબાઈ 2,497 mm, પહોળાઈ 1,526 mm અને ઊંચાઈ 1,616 mm છે.એટલે કે તે સાઇઝમાં ટાટા નેનો થી પણ નાની હશે. ટાટા નેનોની લંબાઇ ૩ મીટરથી વધારે છે. તેમાં 1,600 mm નાં વ્હીલ બેઝ મળશે.
 

300 મળશે રેન્જ

કાર ની ટોપ સ્પીડ 100 kmph છે અને Nano EV માં IP67- સર્ટિફાઇડ 28 kWh લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. આ નાની ઈલેક્ટ્રીક કારને એકવાર ચાર્જ કરવા પર ૩૦૫ કિલોમીટરની રેન્જ મળે છે. કંપની પ્રમાણે તેને રેગ્યુલર ૨૦૦ વોલ્ટ સોકેટ દ્વારા ફુલ ચાર્જ કરવામાં ૧૩.૫ કલાકનો સમય લાગે છે. વળી 6.6 kW AC દ્વારા તેને માત્ર ૪.૫ કલાકમાં ચાર્જ કરી શકાય છે. Nano EV માં રિવર્સઇંગ કેમેરા, ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ, એસી, કી લેસ એન્ટ્રી સિસ્ટમ, એલીડી હેડલાઈટ અને ૭ ઈંચની ડિજિટલ સ્ક્રીન મળે છે.
 

કિંમત 2.30 લાખ રૂપિયા હોઈ શકે છે

CarNewsChina ના રિપોર્ટ પ્રમાણે નેનો EV ની કિંમત 2.30 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ત્યારે નેનો EV ની આ કિંમત ભારતની સૌથી સસ્તી કારની આસપાસ છે. ત્યાર મારુતિ સુઝુકી અલ્ટો કારની કિંમત આના કરતા વધારે છે.
 

ગમે ત્યાં પાર્ક કરી શકાય

કંપની વુલિંગ હોંગગુઆંગે આ કારને 2021 ટિયાનજિન ઇન્ટરનેશનલ ઓટો શોમાં લોન્ચ કરી હતી. ત્યારે આ કાર બે સીટર છે. અને કારની ટર્નિંગ ત્રિજ્યા 4 મીટરની આસપાસ છે. આ કારની લંબાઈ 2,497mm, પહોળાઈ 1,526mm અને ઉંચાઈ 1,616mm છે. એટલે કે, તે કદમાં ટાટા નેનો કરતા નાની હશે. તેમાં 1,600mm નું વ્હીલબેઝ મળશે.
·