Breaking News

નવી અપડેટ મેળવવા માટે WhatsApp - Telegram - Facebook પર Follow કરો... ❤️

Showing posts with label જન્મ પ્રમાણપત્ર. Show all posts
Showing posts with label જન્મ પ્રમાણપત્ર. Show all posts

જન્મ તારીખની ખરાઈ અંગેનું વાલીનું સોગંદનામુ | Birth Certificate Affidavit For School

RTE 2009 અનુસાર હવે 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને પ્રાથમિક શાળાના બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવે છે. તેમજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને પ્રાથમિક ધોરણ -1 માં પ્રવેશ આપવામાં આવે છે. 

 પ્રવેશ આપવા માટે બાળકની ઉંમરના 5 વર્ષ પૂરા થયા છે તે જોવા માટે જન્મ તારીખનું પ્રમાણપત્ર આપવું જરૂરી છે. તોજ બાળકની ઉંમરનો સાચો ખ્યાલ આવી શકે છે. વધુમાં આ પ્રવેશ આપેલ તમામ બાળકોની ઑનલાઇન Child Teaching System (CTS) માં એન્ટ્રી કરવાની હોય છે. જેમાં બાળકનો Child UID જનરેટ થાય છે. જેના પરથી બાળકનો સંપૂર્ણ ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. તેમજ મેળવી શકાય છે. 

આ તમામ બાબતો માટે બાળકને પ્રવેશ આપવા માટે બાળકની જન્મ તારીખનો સાચો પુરાવો મેળવવો જરૂરી છે, પરંતુ ક્યારેક બાળકની સાચી જન્મ તારીખનું પ્રમાણપત્ર વાલી પાસે હોતું નથી અથવા તો મળતું નથી. ત્યારે શું કરવું ?

RTE 2009 મુજબ તમામ બાળકોને પ્રવેશ આપવો ફરજિયાત છે. તો આવા બાળકો કે જેમની જન્મ તારીખનું પ્રમાણપત્ર ન હોય તો તેવા બાળકોને શાળામાં પ્રવેશ આપવા માટે વાલીનું જન્મ તારીખની ખરાઈ અંગેનું સોગંદનામું મેળવવાનું હોય છે. આ સોગંદનામું મેળવવા માટે તેનો નમૂનો pdf અહીં મૂકવામાં આવેલ છે, જેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શાળામાં શિક્ષક મિત્રો પ્રવેશ આપવા માટે ઉપયોગ કરી શકે છે. 


આ પત્રક www.rdrathod.in દ્વારા નમૂના પ્રમાણે તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કદાચ કોઈ ક્ષતિ રહી ગયેલ અથવા સુધારો કરવા પાત્ર જણાય તો અમને જરૂર જણાવશો... 

આ માહિતી ઉપયોગી લાગે તો બીજા શિક્ષક મિત્રોને પણ મોકલજો... 

Thank You


Birth Certificate Affidavit For Child Admission in School
બાળકને શાળામાં દાખલ કરવા માટે વાલી પાસેથી લેવાનુ જન્મ તારીખનું સોગંદનામું
·

Your Birth Certificate Online : હવે જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો માત્ર 1 મિનિટમાં... માત્ર ફોલો કરો આ સ્ટેપ

How to Download Your Birth Certificate Online ?


મિત્રો જન્મનું પ્રમાણપત્ર દરેક જગ્યાએ જરૂરી હોય છે કોઈ પણ દાખલો કઢાવવો હોય કે કોઈ સરતી કઢાવવું હોય જન્મનો દાખલો ફરજીયાત માંગે છે. પરંતુ હવે ડીજીટલ યુગ માં જન્મ નાં દાખલા માટે લાઈન માં નહિ ઉભું રહેવું પડે. હવે જન્મનો દાખલો સરળતાથી ઓનલાઈન કાઢી સકાય છે. આ આર્ટિકલ માં આપણે જોઈશું કે જન્મ no દાખલો ઓનલાઈન કેવી રીતે કઢાવવો.


Birth Certificate Online – Highlights

✓ કોના દ્વારા : ગુજરાત સરકાર
✓ આર્ટિકલ : Birth Certificate Online
✓ લાભાર્થી : ગુજરાતના નાગરિકો
✓ આર્ટિકલ ની કેટેગરી : Birth Certificate Online
✓ લાભ : જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ
✓ સતાવાર વેબસાઈટ : https://eolakh.gujarat.gov.in/

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન | Birth Certificate PDF Download Gujarat


જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો બિલકુલ સરળ રીતે

ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવી શકાય છે, જન્મ પ્રમાણપત્ર બાળકના જન્મના 21 થી 30 દિવસની અંદર નોંધણી કરાવવી જરૂરી છે. બાળકના જન્મ સમયે રજીસ્ટ્રેશનમાં આપેલ મોબાઈલ નંબર અથવા અરજી નંબર યાદ રાખવા જરૂરી છે. જેના આધારે તમારા બાળકની ઓનલાઈન માહિતી તમને પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરશે જ્યારે તમે ઓનલાઈન પ્રમાણપત્ર મેળવવા માંગતા હોવ ત્યારે તમારે અમુક ચોક્કસમાહિતી ભરવાની જરૂર છે જેમાં તમારે એપ્લીકેસન નંબર અથવા ફોન નંબર એન્ટર કરવાની જરૂર છે.

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે જરૂરી વિગતો

  1. જન્મ ની નોંધણી કરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો હોય તે 
  2. એપ્લિકેશન નંબર 
  3. બાળકની જન્મ તારીખ

ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?


જન્મ પ્રમાણપત્ર ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરવા પડશે.

આ સ્ટેપ ફોલો કરો 👇👇👇


Step -1 : સૌ પ્રથમ તમારે ઓફિસિઅલ વેબસાઈટ https://eolakh.gujarat.gov.in/ ઓપન કરવી.


Step -2 : ત્યારબાદ Download Online Certificate પર ક્લિક કરો.

Step -3 : પછી આપેલ વિગતો ભરવી ત્યાર બાદ search Data પર ક્લિક કરવું.

Step -4 : તમારો એપ્લીકેશન નંબર અથવા મોબાઈલ નંબર જે તમને યાદ હોય તે દાખલ કરો.


Step -5 : હવે સર્ચ બટન પર ક્લિક કરો અને તમારા જન્મ પ્રમાણપત્રની તમામ માહિતી screen પર દેખાશે.

Step -6 : ડાઉનલોડ બટન પર ક્લિક કરો તમારું જન્મ પ્રમાણપત્ર તમારા મોબાઇલમાં પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.

અગત્યની લીંક

®️જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
💥ઓફિશિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
💥WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
💥Facebook Page Likeઅહીં ક્લિક કરો

જન્મ તારીખ નો દાખલો ઓનલાઈન FAQ’s


જન્મ તારીખ નો દાખલો ઓનલાઈન મેળવવા માટે વેબસાઈટ કઈ છે ?

  • https://eolakh.gujarat.gov.in/

e-Olakh પોર્ટલ પર કઈ કઈ સેવા મળશે ?

  • e-Olakh સાઇટ પર તમે જન્મ અને મરણ ના દાખલ મેળવી શકો છો.

જન્મની નોધણી કેટલા દિવસમાં કરવાની રહે છે ?

  • જન્મની નોધણી ગ્રામ પંચાયત અને નગર પાલિકામાં 30 દિવસની અંદર અને 30 દિવસથી વધુ અને 1 વર્ષ સુધી તમે તાલુકા પંચાયત ખાતે જન્મ ની નોધણી કરાવી દાખલો મેળવી શકો છો.

જન્મ પ્રમાણપત્ર સેવા કયા વિભાગ અંતર્ગત આવે છે ?

  • આ સેવા આરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ચાલે છે.
·