મતદાન માટે માન્ય ઓળખ દસ્તાવેજ
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનાર મતદાન માટે મતદાન મથકે આવનાર મતદારે ભારતના ચૂંટણી પંચે મતદારતે આપેલ મતદાર ફોટો ઓળખપત્ર ( EPIC ) રજૂ કરવાનું રહેશે . પરંતુ જો કોઇ મતદાર આવુ ફોટો ઓળખપત્ર ( EPIC ) રજૂ ન કરી શકે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે , રાજ્ય ચૂંટણી આયોગે નીચે મુજબના દસ્તાવેજી પુરાવાઓ માન્ય કરેલ છે .
Valid identity document for voting
૦૧. ફેટા સાથેનો પાસપોર્ટ
૦૨. ફૉટા સાથેનું ડ્રાઇવીંગ લાયસન્સ ( ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ )
૦૩. ફેટા સાથેનું ઇન્કમટેક્ષ ( PAN ) ઓળખકાર્ડ
૦૪. રાજય સરકાર , કેન્દ્ર સરકાર , જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ તથ્રી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ
૦૫. પબ્લિક સેકટર બેંકો અને પોસ્ટ ઓફીસમાં આવતી ફોટા સાથેની પાસબુક ( ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ )
૦૬. અનુસૂચિત જાતિ / અનુસૂચિત આદિજાતિ / અન્ય પછાતવર્ગ ( OBC ) નું સક્ષમ અધિકારીનું ફેટા સાથેનું પ્રમાણપત્ર ( ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ )
૦૭. ફેટા સાથેના પેંશન પ્રમાણપત્રો જેવા કે , માજી સૈનિકોની પેાત બુક / પેન્શન પેમેન્ટ ઓર્ડર / માજી સૈનિકની વિધવા આશ્રિતોના પ્રમાણપત્રો / મોટી ઉમરની વ્યકિતતા પેન્શન ઓર્ડર , વિધવા પેંશન ઓર્ડર ( ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ )
૦૮. કેન્દ્ર સરકાર / ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકના ફોટા સાથેના ઓળખકાર્ડ
૦૯. ફોટો સાથેના હથિયારોના લાયસન્સ ( ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ )
૧૦. સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગતું ફોટા સાથેનું પ્રમાણપત્ર ( ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ )
૧૧. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના ( MNREGS ) હેઠળ આપવામાં આવેલ શેટા સાથેના જોબ કાર્ડ ( ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ )
૧૨. કર્મચારી રાજય વીમા યોજના ( ESI ) હેઠળ આપવામાં આવેલ ક્રેટા સાથેનું ઓળખકાર્ડ ( ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ )
૧૩. નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર ( NPR ) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ
૧૪. UIDAI દ્વારા આપવામાં આવેલ " આધાર કાર્ડ
રાજય ચૂંટણી આયોગ , ગુજરાત
વેબસાઈટ: www.sec.gujarat.gov.in
સૂત્ર: મારો મત , નિર્ણાયક મત