Government of Gujarat General Administration Department Circular regarding the rules of departmental examination for promotion, Ta. 29-09-2021
ક્રમાંક : ખતપ - ૧૦૨૦૨૧-૫૬૮ - ક સચિવાલય , ગાંધીનગર
તા .૨૮ / ૦૯ / ૨૦૨૧
વંચાણેલીધા : ( ૧ ) સા.વ.વિ.ના તા .૧૭ / ૦૨ / ૨૦૦૬ ના ઠરાવ ક્રમાંક : ખતપ - ૧૦૦૪-૧૪૭૩ - ક
પરિપત્ર સરકારી અધિકારીઓ / કર્મચારીઓએ બઢતી / ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે નિયત થયેલ સંબંધિત ખાતાકીય પરીક્ષા પાસ કરવી આવશ્યક છે . જે સંદર્ભે ઉક્ત વંચાણે લીધેલ
ક્રમ
૧. ના ઠરાવથી બઢતી માટેની ખાતાકીય પરીક્ષા અંગેની સુચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે .
૨ , અનુભવે જણાવેલ છે કે હજુ પણ સચિવાલયના વહીવટી વિભાગો હેઠળના કેટલાંક સંવર્ગોમાં બઢતી માટે ઘડાયેલ ખાતાકીય પરીક્ષા નિયમો ઘણાં જુના છે , તેમજ આ ખાતાકીય પરીક્ષા નિયમો ઘણાં જુના હોવાથી તેમાં ખાતાકીય પરીક્ષા સંદર્ભેની પ્રવર્તમાન જોગવાઈઓનો સમાવેશ થયેલ ન હોય તેવી સંભાવના પણ રહેલી છે .
3 . ઉક્ત બાબતને લક્ષમાં લેતાં , નીચે મુજબની સુચનાઓ આથી પુન : પરિપત્રિત કરવામાં આવે છે .
( ૧ ) જે સંવર્ગોના ભરતી નિયમોમાં બઢતી મેળવવા માટે ખાતાકીય પરીક્ષા પાસ કરવાની જોગવાઈ ન હોય ત્યાં સંબંધિત ભરતી નિયમોમાં ખાતાકીય પરીક્ષા નિયમોની જોગવાઈ દાખલ કરવા અંગેની કાર્યવાહી સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોએ તાત્કાલિક હાથ ધરવાની રહેશે .
( ૨ ) જે સંવર્ગોના ભરતી નિયમોમાં બઢતી મેળવવા માટે ખાતાકીય પરીક્ષા પાસ કરવાની જોગવાઈ થયેલ છે , પરંતુ બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષા અંગેના નિયમો ઘડવામાં આવેલ નથી , તે સંજોગોમાં આ ખાતાકીય પરીક્ષા નિયમો ઘડવા અંગેની કાર્યવાહી સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોએ તાત્કાલિક હાથ ધરવાની રહેશે .
( 3 ) જે સંવર્ગોમાં બઢતી મેળવવા માટે ખાતાકીય પરીક્ષા નિયમો ઘડાયેલ છે , અને જો આ | ખાતાકીય પરીક્ષા નિયમો ઘણાં જુના હોય કે આ મૂળ ખાતાકીય પરીક્ષા નિયમોમાં ત્યારબાદ ઘણાં સુધારા - વધારા કરવામાં આવેલ હોય તો આ મૂળ ખાતાકીય પરીક્ષા નિયમો અદ્યતન કરી નવેસરથી પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોએ તાત્કાલિક હાથ ધરવાની રહેશે .
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
( આનંદ બિહોલા ) નાયબ સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર
Government of Gujarat General Administration Department Circular regarding the rules of departmental examination for promotion, Ta. 29-09-2021