શિક્ષકોની બદલીના ઠરાવમાં બાલવાટિકાના શિક્ષકના મહેકમની સ્પષ્ટતા
બાલવાટિકાના શિક્ષકનું મહેકમ પાંચ વર્ષ સુધી ધો .૧ થી ૫ ની સાથે જ ગણાશે
ધો .૧ માં પ્રવેશ માટે વયમર્યાદા ૬ વર્ષ કરાતાં શિક્ષકો ફાજલ ન પડે તે માટે નિર્ણય
ગુજરાતમાં વર્ષ - ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રમાં ધોરણ .૧ માં બાળકની પ્રવેરાની વય મર્યાદા ૬ વર્ષની અને નવી શિક્ષણ નીતિના ભાગરૂપે પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવા સાથે સમગ્ર શૈક્ષણિક માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સંજંગોમાં ધોરણ ૧ પ્રવેશતા બાળકોની સંખ્યામાં ઘટાડો થશે અને તેના કારણે શિક્ષકો ફાજલ ન પડે તે માટે વિદ્યાર્થી સંખ્યાના આધારે શિક્ષકોના મહેકમને લઈ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે શિક્ષકોના બદલીના નવા જાહેર થયેલા નિયમોમાં મહેકમ અંગે કરેલી સ્પષ્ટતામાં જણાવ્યું છે
બાલવાટિકાથી ધો.પ સુધી શિક્ષકોનું મહેકમ આ પ્રમાણે રહેશે
વિદ્યાર્થી સંખ્યા | મળવા પાત્ર શિક્ષક |
---|---|
૬૦ વિદ્યાર્થી સુધી | ૨ |
૬૧ થી ૯૦ વિધાર્થી સુધી | ૩ |
૯૧ થી ૧૨૦ વિદ્યાર્થી સુધી | ૪ |
૧૨૧ થી ૨૦૦ વિદ્યાર્થી સુધી | ૫ |
૨૦૦ વિદ્યાર્થી બાદ | દરેક ૪૦ વિધાર્થી દીઠ ૧ શિક્ષક |
બાલવાટિકાના શિક્ષકોનું મહેકમ આગામી ૫ વર્ષ સુધી ધોરણ ૧ થી પ ની સાથે જ ગણવામાં આવશે. શિક્ષણ વિભાગે ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થી અને તેની સામે શિક્ષકોની બાલવાટિકા શરૂ કરવામાં આવે તે શાળાઓમા મહેકમ નક્કી કરતી વખતે ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં બાલવાટિકાના વિદ્યાર્થીઓની સંખ્યા ઉમેરી મહેકમ મંજૂર કરવાનુ રહેશે.
આ જોગવાઈ શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ કે બાલવાટિકા માટે અલગથી શિક્ષક નિમવાનો નિર્ણય ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ મહેકમ વર્ષ ૨૦૨૭-૨૮ સુધી રાખવા પાછળનું કારણ આપતા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આસુધી વખતે ૫ કે તેથી વધુ વર્ષની વયે પ્રવેશ મેળશે જ્યારે ૬ વર્ષ કે તેથી વધુ પ્રવેશ મેળવશે. જેમાં કુલ વિદ્યાર્થી વય ધરાવતાં બાળકો ધોરણ ૧ માં સંખ્યામાં બાલવાટિકામાં પ્રવેશ લેતા બાળકોની સંખ્યા ૭૦ ટકા જેટલી હશે જ્યારે ધોરણ ૧ માં પ્રવેશ લેતા બાળકોની સંખ્યા ૩૦ ટકા જેટલી હશે. - વિદ્યાર્થી સંખ્યા વચ્ચેનો આ તફાવત સરભર થતાં ૫ વર્ષ જેટલો સમય લાગશે.
૫ વર્ષ બાદ ધોરણ ૧ અને બાલ વાટિકામાં પ્રવેશ મેળવતા બાળકોની સંખ્યા એક સમાન હશે. જેથી ૫ વર્ષ બાદ બાલવાટિકાથી લઈને ધોરણ ૫ સુધી વિદ્યાર્થી સંખ્યાના આધારે શિક્ષકોનું નવું મહેકમ નક્કી કરવામાં ઘટના કારણે શિક્ષકોના મહેકમ ઉપર કોઈ અસર નહી પડે તેવું શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતું.