બેન્કની રજાઓની યાદી ૨૦૨૪ ગુજરાતી | Bank Holiday List 2024 in Gujarati

બેન્ક રજાઓનું લીસ્ટ 2024 | Bank Holiday List 2024

2024 ના આ વર્ષમાં કેટલા અને કયા કયા દિવસોએ બેન્ક બંધ રહેશે તે રજાઓની યાદી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જે યાદી pdf અહીં મૂકવામાં આવેલ છે. આ યાદી કર્મચારીઓ તેમજ અન્ય નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી થશે. આ યાદી તમ અહીંથી ડાઉનલોડ કરી શકો છો

આટલા દિવસ બંધ રહેશે બેંક 2024 માં

બેંક ની રજાઓ યાદી


મહત્વપૂર્ણ લિંક્સ 🖇️



ક્રમાંકઃ ગસ/૨૭/૨૦૨૩/જસર/૧૦૨૦૨૩/૯૩૦/ધઃ- ભારત સરકારના ગૃહ મંત્રાલયના તારીખ ૮મી મે, ૧૯૬૮ના જાહેરનામા ક્રમાંક:૩૯-૧-૬૮-જેયુડીએલ- ૩સાથે વંચાણમાં લેતાં ૧૮૮૧ના વટાઉખત અધિનિયમ (૧૮૮૧ના ૨૬મા) ની કલમ-૨પના ખુલાસાને અનુસરીને ગુજરાત સરકાર, રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, અમદાવાદના પરામર્શમાં ૨૦૨૪ના વર્ષ દરમ્યાન નીચેના દિવસોને બેન્કો માટે જાહેર રજા તરીકે જાહેર કરે છે.

નોંધ:- (૨) ગુજરાત સરકાર ગુજરાત રાજયમાં આવેલી બેન્કો, ગુજરાત રાજયની પગાર અને હિસાબી કચેરી, તિજોરી / પેટા તિજોરી કચેરીઓ માટે સોમવાર,

તારીખ ૧લી, એપ્રિલ, ૨૦૨૪/૧૨, ચૈત્ર, ૧૯૪૬ના દિવસે તેઓ તેમના વાર્ષિક હિસાબો બંધ કરી શકે તે સારૂ જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરે છે.

ક્રમ રજાનું નામ તારીખ વાર
પ્રજા સત્તાક દિન ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ શુક્રવાર
મહા શિવરાત્રી ૮ માર્ચ ૨૦૨૪ શુક્રવાર
હોળીનો બીજો દિવસ (ધુળેટી) ૨૫ માર્ચ ૨૦૨૪ સોમવાર
ગુડ ફ્રાઇડે ૨૯ માર્ચ ૨૦૨૪ શુક્રવાર
રમજાન ઇદ ૧૧ એપ્રિલ ૨૦૨૪ ગુરુવાર
શ્રી રામ નવમી ૧૭ એપ્રિલ ૨૦૨૪ બુધવાર
ઇદ-ઉલ-અદહા (બકરી ઈદ) ૧૭ જૂન ૨૦૨૪ સોમવાર
સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ગુરુવાર
રક્ષા બંધન ૧૯ ઓગસ્ટ ૨૦૨૪ સોમવાર
૧૦ જન્માષ્ટમી ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ સોમવાર
૧૧ સંવત્સરી ૭ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવાર
૧૨ ઇદ એ મિલાદુ ન્નબી (બારા વફાત મહમદ પયગંબર સાહેબનો જન્મ દિન) ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ સોમવાર
૧૩ મહાત્મા ગાંધીજીનો જન્મ દિન ૨ ઓકટોબર ૨૦૨૪ બુધવાર
૧૪ (૧) સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિન
(૨) દિવાળી (દિપાવલી)
૩૧ ઓકટોબર ૨૦૨૪ ગુરુવાર
૧૫ નૂતન વર્ષ દિન (બેસતું વર્ષ) ૨ નવેમ્બર ૨૦૨૪ શનિવાર
૧૬ નાતાલ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ બુધવાર

નોંધ : નીચેની રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરેલ નથી

ક્રમ રજાનું નામ તારીખ વાર
મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ રવિવાર
ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મદિન ૧૪ એપ્રિલ ૨૦૨૪ રવિવાર
મહાવીર જન્મ કલ્યાણક ૨૧ એપ્રિલ ૨૦૨૪ રવિવાર
ભાઈ બીજ ૩ નવેમ્બર ૨૦૨૪ રવિવાર

ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે
સરકારના અધિક સચિવ
સામાન્ય વહીવટ વિભાગ
ગુજરાત સરકાર.

આ યાદી રાજ્ય સરકાર દ્વારા ઓફિશિયલી જાહેર કરવામાં આવેલ છે. જે ખાસ ધ્યાને લેવું.
Previous Post Next Post