આધાકાર્ડમાં ફોટો કેવી રીતે બદલવો | How to Change Photo in AdharCard?

આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિની ઓળખનો સૌથી વધુ વિશ્વસનીય પુરાવો હોય તો તે Aadhaar card છે, અને તે માત્ર ઓળખ માટે જ નહીં પરંતુ અન્ય ઘણા કામોમાં પણ ઉપયોગી છે. સરકારી કામકાજ માટે આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

તમારો પર્સનલ બાયોમેટ્રિક ડેટા અને કેટલીક ઓળખ સંબંધિત માહિતી આધાર કાર્ડમાં રાખવામાં આવે છે. જેવી કે નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, રહેઠાણનું એડ્રેસ વગેરે, જે તમારી ઓળખ માટે બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા ઓળખ નંબર સાથે કામ કરી શકો છો. તમે તમારા આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો, તમારું આધાર કાર્ડ સરનામું બદલી શકો છો. ફોટો બદલી શકો છો...


Aadhaar card માં ફોટો કેવી રીતે બદલવો?

હજુ આધાર કાર્ડમાં ફોટો બદલવાની સુવિધાને ઓનલાઈન કરવામાં આવી નથી. પણ હા તમને એના માટે ઓનલાઈન ફોર્મ જરૂર મળશે, તેને ભરીને, તમારે આ ફોર્મ તમારા નજીકના આધાર કાર્ડ સેન્ટર અથવા બેંકમાં આપવાનું રહેશે જ્યાં આધાર કાર્ડનું કામ થાય છે. એટલે તમારો ફોટો બદલાઈ જશે. આ ખૂબ જ સરળ છે. આધાર કાર્ડમાં તમારો ફોટો બદલવા માટે અહીં નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો અને તમારા આધાર કાર્ડમાં ફોટો બદલો.

✓ સૌ પ્રથમ તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ પરથી નોંધણી ફોર્મ ડાઉનલોડ કરવું પડશે અથવા તમે સીધા અહીંથી ડાઉનલોડ કરી શકો છો- https://uidai.gov.in/images/UpdateRequestFormV2.pdf

✓ હવે ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તેને કાળજીપૂર્વક ભરો, ફોર્મમાં જે પૂછવામાં આવ્યું છે તે તમામ વિગતો યોગ્ય રીતે ભરો.

✓ હવે જ્યારે તમે સંપૂર્ણ રીતે ફોર્મ ભરો ત્યારપછી તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર પર એક્ઝિક્યુટિવને ફોર્મ આપવું પડશે અને તમારી બાયોમેટ્રિક વિગતો પણ પ્રદાન કરવી પડશે.

✓ એક્ઝિક્યુટિવ તમારો નવો ફોટો લેશે અને આ સિવાય તમને રૂ. 25+ GST ચૂકવવો પડશે.

✓ એક્ઝિક્યુટિવને ફોર્મ આપ્યા પછી તમને એક સ્વીકૃતિ મળશે, જેમાં URN નંબર હશે. URN નંબરની મદદથી તમે અપડેટ સ્ટેટસ ઓનલાઈન ચેક પણ કરી શકો છો.

✓ આધાર કાર્ડ અપડેટ થયા પછી તમે UIDAI વેબસાઇટ પરથી તમારું નવું આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો, તમારું આધાર કાર્ડ અપડેટ થવામાં 15-30 સમય લાગી શકે છે.

આધાકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? તે જાણવા માટે અહીં ક્લિક કરો

તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે જો તમને તમારા Aadhaar card માં તમારો ફોટો ગમતો નથી, તો તમે તેને કેવી રીતે બદલી શકો છો (આધાર ફોટો કેવી રીતે બદલવો).

વધારે માહિતી માટે અહીં ક્લિક કરો 👈