NMMS Scholarship Examination 2024: રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન આપી તેમને આગળના ધોરણ 12 સુધીના અભ્યાસ માટે મદદરૂપ થવા અને ધોરણ 12નો ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ NMMS Scholarship Examination 2024 પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ઊત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓને દર મહિને રૂપિયા 1000 એટલે કે વાર્ષિક રૂપિયા 12000 લેખે શિષ્યવૃતિ ચૂકવવામાં આવે છે. તો આજે અમે અહીં તમને ફોર્મ ભરવાની તારીખ અને પરીક્ષા માટેના ધોરણો વિશે અહીથી જણાવીશું તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.
NMMS Scholarship Examination 2024
✓ સ્કોલરશીપનું નામ : નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના
✓ પાત્રતા : ધોરણ-8 ના વિદ્યાર્થીઓ
✓ સ્કોલરશીપની રકમ : વાર્ષિક રૂ. 12,000
✓ અરજી કરવાની છેલ્લી : તારીખ ૨૮/૦૨/૨૦૨૪
✓ સત્તાવાર સાઈટ : https://sebexam.org/
NMMS શિષ્યવૃતિની રકમ અને નિયમો
- NMMS શિષ્યવૃતિ યોજના હેઠળ પરીક્ષામાં જિલ્લાના ક્વોટામાં મેરિટમાં આવતા વિધ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 12000 ચાર વર્ષ એટલે કે ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી ચૂકવવામાં આવે છે. જે ભારત સરકારના શિક્ષણ ખાતાના National scholarship portal મારફત સીધી જ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
NMMS ની પરીક્ષા આપવા માટેની લાયકાત
- વિદ્યાર્થી સરકારી,લોકલ બોર્ડ કે ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
- જનરલ કેટેગીરી કે ઓબીસી વર્ગના વિદ્યાર્થી એ ધોરણ: 7 માં 55 % કે તેથી વધુ ગુણ જ્યારે અન્ય પછાત વર્ગમાં આવતા વિદ્યાર્થીએ ધોરણ 7 ની વાર્ષિક પરીક્ષામાં 50% ગુણ મેળવેલ હોવા જોઈએ.
- ખાનગી શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળામાં રહેવા, જમવા અને અભ્યાસની સેવા પુરી પાડવામાં આવતી હોય તેવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ યોજના માટે ફોર્મ ભરી શકશે નહી.
NMMS પરીક્ષા ફી
- જનરલ કેટેગીરી,EWS તથા OBC કેટેગીરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂપિયા 70 અને PH અને SC તથા ST વિદ્યાર્થીઓ માટે રૂપિયા 50 તેમજ સર્વિસ ચાર્જ અલગથી રહેશે.
NMMS Exam અગત્યની તારીખો
✓ જાહેરનામું બહાર પાડયાની તારીખ : 14/02/2024
✓ ફોર્મ ભરવાની શરૂઆત : 20/02/2024
✓ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 28/02/2024
✓ પરીક્ષા ફિ ભરવાની છેલ્લી તારીખ : 29/02/2024
✓ પરીક્ષા તારીખ : 07/04/2024
NMMS સ્કોલરશીપ આવક મર્યાદા
- NMMS શિષ્યવૃતિ પરીક્ષા આપનાર વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક રૂપિયા 350000થી વધુ ના હોવી જોઈએ. આ માટે તેમણે સક્ષમ અધિકારી તરફથી મેળવેલું આવકના પ્રમાણપત્રની પ્રમાણીત નકલ જોડવાની રહેશે.
NMMS પરિક્ષા માટે અરજી કરવાની રીત:
- સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબ સાઈટ www.sebexam.org પર જાઓ
- ત્યારબાદ Apply Online પર બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ NMMS Scholarship Exam 2024 સામે APPLY Now પર ક્લીક કરવાથી ફોર્મ ખુલશે તે માત્ર અંગ્રેજીમાં ભરવું.
- વિધાર્થીએ પોતાનું નામ માત્ર આધારકાર્ડ મુજબ લખવું.
- બાકી ની વિગત શાળાના આધાર ડાયસ મુજબ ભરવાની રહેશે.
- અરજીફોર્મ ભરાયા બાદ ફોટો અને સહીનો નમૂનો અપલોડ કરી ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે
- ત્યારબાદ ડીજીટલ ગેટવે મારફત અરજી ફી ભરવાની રહેશે
- અરજી ફી ભરાઈ ગયા પછી રસીદની પ્રિન્ટ કાઢી લેવી જરૂરી છે.
- આવી રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, વધુ માહિતી માતે વિધાર્થીના વાલીએ શાળાનો સંપર્ક કરવાનો રહેશે.
અગત્યની લિંક્સ 🖇️
✓ NMMS ઑનલાઇન ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો
✓ વિદ્યાર્થીનો ચાઈલ્ડ UID જોવા માટે : અહીં ક્લિક કરો
✓ NMMS પરિક્ષા માટે મટીરીયલ : અહીં ક્લિક કરો
✓ NMMS ફોર્મ ભરવાની તારીખ 2/3/24 સુધી લંબાવવા બાબત લેટર : અહીં ક્લિક કરો
✓ NMMS જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
📸 સંપૂર્ણ માહિતીનો Video જોવા માટે: અહીં ક્લિક કરો
🥏 WhatsApp ગ્રુપમાં જોડાવા માટે : અહીં ક્લિક કરો