રાજ્યના પ્રાથમિક શાળાઓના ધોરણ ૪ , ૬ અને ૭ ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે ગુજરાત એચિવમેન્ટ સર્વે GAS હાથ ધરવાનું આયોજન થયેલ છે . પ્રસ્તુત સર્વેનાં પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓ માટે અધ્યયન નિષ્પત્તિઓની કઠિનતા જાણી તેના ઉકેલ માટે અધ્યયનકાર્યની માર્ગદર્શન રૂપરેખા તૈયાર કરી શકાશે . આ ઉપરાંત આ સાથે શિક્ષકોના વ્યવસાયિક વિકાસ અને વર્ગખંડ અધ્યયન- અધ્યાપનમાં ઉપયોગી પુરવાર થઈ શકશે .
GAS નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના કે શાળાના વ્યક્તિગત મૂલ્યાંકનનો નથી પરંતુ સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓમાંથી પસંદ કરવામાં આવેલ શાળાઓમાંથી સરકારી શાળાઓની શૈક્ષણિક સ્થિતિને સમજવી તે છે . વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિઓમાં સુધારો લાવવા માટે GAS દ્વારા પ્રાપ્ત થયેલા પરિણામોને નીતિ વિષયક સામગ્રીમાં , આયોજનોમાં અને શૈક્ષણિક પરામર્શનમાં ઉપયોગ કરવામાં આવશે . .
- GAS ને અધ્યયન નિષ્પત્તિઓ સાથે જોડવામાં આવેલ છે .
- ધોરણ 4 , 6 અને 7 નું મૂલ્યાંકન ચાલુ શૈક્ષણિક વર્ષમાં એક જ દિવસે એક સાથે થવાનું છે .
- રાજયનાં બધા જ જિલ્લાઓનાં શૈક્ષણિક તફાવતની ચકાસણી કરવામાં આવશે .
- રાજય કક્ષાએ નિષ્ણાત તાલીમી તજજ્ઞોની સજ્જતા વધારવામાં મદદરૂપ થશે .
પ્રસ્તાવના .
GCERT દ્વારા ધોરણ 4 , 6 અને 7 માટે ભાષા , ગણિત , પર્યાવરણ / વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ સામાજીક વિજ્ઞાન વિષયોમાં સરકારી શાળાઓ માટે સર્વે કરવા Gujarat Achievement Survey GAS – 2018-19નું આયોજન થયેલ છે .
GAS ની રૂપરેખા .
GAS માં ધોરણ 4 માં ભાષા , ગણિત અને પર્યાવરણ તેમજ 6 અને 7 માં ભાષા , ગણિત , વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાજીક વિજ્ઞાન વિષયોમાં મૂલ્યાંકન થશે . દરેક કસોટીપત્રકમાં ધોરણ 4 માં 45 પ્રશ્નો અને ધોરણ 6 અને 7 માં 60 પ્રશ્નો છે . ધોરણ 4 માટે મૂલ્યાંકન સમય આશરે 90 મિનિટ રહેશે . ધોરણ 6 અને 7 માટે મૂલ્યાંકન સમય 120 મિનિટનો રહેશે . આકૃતિ 1 : GAS માં ધોરણ , વિષયો અને કસોટીપત્રો ( Test Forms ) 7 1 .
ધોરણ -૪ ભાષા , ગણિત , પર્યાવરણ
ધોરણ -૬ ભાષા , ગણિત , વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન
ધોરણ -૭ ભાષા , ગણિત , વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન
ધોરણ 4,6 અને 7 માં ધોરણ દીઠ એક કોમન કસોટીપત્ર રહેશે . જેમાં ઉપર્યુક્ત વિષયોને સમાવિષ્ટ કરવામાં આવેલ છે .
ફીલ્ડ ઈન્વેસ્ટીગેટર ( FI ) ની ભૂમિકા અને કાર્યો
- ફીલ્ડ ઈન્વેસ્ટીગેટરે કસોટી સંચાલન માટેની ખૂબ જ અગત્યની અને જવાબદારી પૂર્વકની કામગીરી નિભાવવાની રહેશે . કસોટી સંચાલન માટેની જરૂરી માહિતી જિલ્લા કક્ષાએ તાલીમ દરમ્યાન આપવામાં આવશે .
- શાળાનાં હેડને મળીને તેમને ઓળખપત્ર અને મુલાકાતનો હેતુ સ્પષ્ટ કરવો . સર્વેમાં -સમાવિષ્ટ પ્રવૃત્તિઓને પૂર્ણ કરવા તેમનો સહયોગ અને મદદ લેવી . જો કે તે પણ ખાતરી કરવી કે શાળાનાં સ્ટાફનો સર્વેનાં અમલીકરણમાં કોઈ સમાવેશ ન હોય .
- કસોટીનું પેકેટ સીલ તૂટેલું નથી તેની ખાતરી કરવી . નક્કી કરાયેલા મૂલ્યાંકનનાં દિવસે જ સીલ ખોલવું . જો સીલ તૂટેલું હોય તો જિલ્લા કો ઓર્ડીનેટરને તુરત જ જાણ કરવી અને તેની નોંધ ફીલ્ડ નોટ્સમાં કરવી .
- શાળાનાં હેડને કસોટીનાં સંચાલન માટે જરુરી વર્ગખંડોની સંખ્યા જણાવવી તેમજ આ વર્ગખંડો પૂરતા હવાઉજાસવાળા છે કે નહીં તેની ખાતરી કરવી .
- મૂલ્યાંકનના દિવસે પ્રાર્થનાસભા પહેલા પહોંચી જવું .
ખાસ નોંધઃ આપને ફાળવેલ ધોરણના તમામ વિદ્યાર્થીઓની કસોટી લેવાની રહેશે . નમૂના પસંદગી કરવાની નથી .
ફિલ્ડ નોટમાં Student ID ફાળવવા માટે પેઈજ નંબર 12 પર સમજ આપેલ છે . ફિલ્ડ નોટ શાળા અનુસાર ધોરણ દીઠ એક જ ભરવાની રહેશે. FI દીઠ નહીં .
CHILDREN WITH SPECIAL NEEDS ( CWSN ) ( ખાસ જરૂરિયાતવાળા બાળકો ) માટે જરૂરી સૂચનાઓ :
આ વિદ્યાર્થીઓને નીચે મુજબ સુવિધા પૂરી પાડવી .
✓ કસોટી પૂરી કરવા માટે 30 મિનિટ વધારે સમય આપવામાં આપવો
✓ જરૂર હશે તે વિદ્યાર્થીને લહિયા ( WRITER ) ની સગવડ પૂરી પાડવી .
✓ કસોટી કઈ રીતે ભરવી તેની સંપૂર્ણ સમજ આપવી .
✓ વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ , RPWD એકટ -2016 પ્રમાણે યોગ્ય અનુકૂળતા પૂરી પાડેલ છે કે નહીં તેની ખાતરી કરવી
શાળા કક્ષાએ કસોટી સંચાલનના દિવસે કરવાની થતી કામગીરી .
- ગોપનીયતાની સંપૂર્ણ જવાબદારી સાથે કસોટી માટેનું સાહિત્ય કસોટીના દિવસે જ । એ શાળા સુધી સીલબંધ કવરમાં લઈ જવુ . કસોટીપત્રોનું કવર સીલબંધ છે તે બદલ કવર પર આચાર્યના સહી - સીક્કા કરાવવા . તેમજ કસોટીસમય સમગ્ર રાજ્યમાં પૂર્ણ થઈ જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ સિવાય કસોટી અન્ય કોઈ ને વાંચવા માટે પણ આપવી નહિં . તેમજ શાળાના આચાર્યને અગાઉથી જ આ બાબતે જાણ કરવી .
- કસોટીનાં દિવસે હાજર રહેલ વિદ્યાર્થીઓ મુજબની માહિતી FI એ કસોટીપત્રના પ્રથમ પેઈજ પર અને OMR સીટ્સમાં ભરવી . ( ધોરણ 4 ની OMR શીટમાં વિદ્યાર્થીઓનાં જવાબો સિવાયની અન્ય માહિતી ભરવી . )
- ફીલ્ડ નોટ્સ ની જરૂરી તમામ વિગતો ભરવી .
- ફીલ્ડ નોટ્સની સીટમાં દરેક વિદ્યાર્થીના નામની સામે લખેલ Student ID દરેક વિદ્યાર્થીને કસોટીપત્ર પર જમણી બાજુ લખી આપવું .
- વિદ્યાર્થીઓની વર્ગખંડમાં યોગ્ય રીતે બેઠક વ્યવસ્થા કરવી .
- આપને ફાળવેલ ધોરણનાં શાળાનાં તમામ વિદ્યાર્થીઓને પ્રારંભિક વિગતો ભરેલ કસોટીપત્રોની વિદ્યાર્થીઓનાં નામ મુજબ વહેંચણી કરવી . ધોરણ 4 નાં વિદ્યાર્થીઓને OMR સીટ આપવાની નથી .
- આપને જણાવવામાં આવેલ સમયે કસોટી શરૂ કરવી .
- આપવામાં આવેલ ઉદાહરણરૂપ પ્રશ્ન દ્વારા બ્લેકબોર્ડ પર નિદર્શન કરીને વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં સાચા ઉત્તર ફરતે વર્તુળ કઈ રીતે કરવું તે સમજાવવુ . વિદ્યાર્થીઓને એક વખત શાંતીથી સૂચનાઓ વાંચીને સમજવા કહેવું . સૂચના સંદર્ભે કોઈપણ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો તેને યોગ્ય સમજ આપવી .
- તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક કસોટી પૂર્ણ કરી શકે તે રીતે વર્ગ વ્યવસ્થા સંભાળવી .
- વિદ્યાર્થીઓ વર્ગખંડ છોડે તે પહેલા બધાને કસોટીપત્રો પરત આપીને જવા માટે સૂચના આપવી . . .
આ પણ જુઓ
- ગુજરાત અચિવમેન્ટ સર્વે (GAS) શું છે?
- GAS સર્વે યોજવા બાબત પરિપત્ર 2023
- GAS સર્વે માટેની માર્ગદર્શિકા
- GAS મોડેલ પેપર, ધોરણ, 4,6,7
- GAS માટે સિલેક્ટ સ્કૂલ લીસ્ટ 2023
> તમામ વિદ્યાર્થીઓ કસોટીપત્રમાં સાચા જવાબ ફરતે વર્તુળ કરી લે પછી ફિલ્ડ ઈન્વેસ્ટીગેટરે કસોટીપત્રો એકઠા કરી વિદ્યાર્થીઓએ કસોટીપત્રોમાં પસંદ કરેલ જવાબોને તે વિદ્યાર્થીની નામની ચકાસણી કરી તેની OMR સીટ્સમાં જવાબ ટ્રાન્સફર કરવાનાં છે . OMR સીટમાં સાચો વિકલ્પ બ્લુ કે બ્લેક પેનથી ઘાટો કરવો . જેલપેન કે પેન્સિલનો ઉપયોગ કરવો નહિં -અંત
> વિદ્યાર્થીઓના કસોટીપત્રો અને OMR સીટ્સ ક્રમ અનુસાર ગોઠવી , કસોટીપત્રો અને OMR સીટ્સમાં તમામ વિગતો યોગય રીતે ભરાયેલ છે , તેની ખાતરી કરવી . કસોટીપત્રો તેમજ OMR સીટ્સ અલગ અલગ કવરમાં પેક કરી તાલુકા કો - ઓર્ડીનેટરને જમા કરાવવાના રહેશે .
> તમામ કવરો પર કસોટીનું નામ , શાળાનું નામ , જિલ્લો , તાલુકો , શાળાનું નામ , શાળા કોડ , ધોરણ , હાજર , ગેરહાજર , કુલ વિદ્યાથીરઓની સંખયા , ફિલ્ડ ઈન્વેસ્ટીગેટરનું ( આપનું ) નામ , સંપર્ક નંબર , સહી , વપરાયેલ / વણવપરાયેલ કસોટીપત્રો / OM R સીટ્સ સહિત ની તમામ વિગતો ભરી કવરો જમા કરાવવા.