બઢતી માટેની ખાતાકીય પરીક્ષાના ધોરણોમાં ફેરફાર કરવા બાબત તારીખ 26/08/2022 નો સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ

બઢતી માટેની ખાતાકીય પરીક્ષાના ધોરણોમાં ફેરફાર કરવા બાબત.

Khatakiya Pariksha

ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ ઠરાવ 
ક્રમાંક : ખતપ / ૧૦૨૦૨૨ / ૩૫૧ / ૩ સચિવાલય, ગાંધીનગર. 
તારીખ : ૨૬ / ૦૮ / ૨૦૨૨ 

વંચાણે લીધા : ( ૧ ) સા.વ.વિ.ના તા.૧૭ / ૦૨ / ૨૦૦૬ ના ઠ, ક્ર, ખતપ - ૧૦૦૪-૧૪૭૩ – ૬ 


આમુખ :
 સરકારી કર્મચારી / અધિકારીઓએ ઉપલી જગ્યાએ બઢતી મેળવવા માટે જ્યાં ખાતાકીય પરીક્ષાની જોગવાઇ હોય ત્યાં તે પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ખાતાકીય પરીક્ષા પસાર કર્યા બાદ જ ઉ.પ.ધો. / બઢતી મંજૂર કરવામાં આવે તે વહીવટી દ્રષ્ટિએ નિયમાધીન અને અપેક્ષિત છે. 

કર્મચારી / અધિકારી જે સરકારી વિભાગ / કચેરીમાં ફરજો બજાવે છે તેને સંબંધિત તથા સરકારી વહીવટના નિયમોનું જ્ઞાન જરૂરી હોઇ, તેમજ બઢતી મળ્યા બાદ ઉપલી જગ્યાની ફરજો કાર્યદક્ષતાથી બજાવી શકે તે હેતુથી ઉકત જોગવાઇ રાખવામાં આવેલ છે.

હાલમાં આ પરીક્ષા પાસ કરવાનું ધોરણ ૫૦ ટકા ( ૫૦ % ) રાખવામાં આવ્યું છે જ્યારે કોઇ પેપરમાં ૬૦ ટકા ( ૬૦ % ) ગુણ હોય તો તેને તે પેપરમાંથી મુકિત આપવાની જોગવાઇ રાખવામાં આવેલ છે, વહીવટી કાર્યદક્ષતાનું યોગ્ય ધોરણ જળવાઇ રહે તેની પૂરતી તકેદારી રાખીને બઢતી માટેની ખાતાકીય પરીક્ષા પાસ કરવાના હાલના ધોરણોમાં ફેરફાર કરવાની બાબત વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાને અંતે ઉક્ત વંચાણે લીધેલ ઠરાવમાં નીચે મુજબના સુધારા કરવાનું આથી ઠરાવવામાં આવે છે. 

ઠરાવ
( ૧ ) કોઇ એક વિષયમાં ૫૦ % કે તેથી વધુ ગુણ મેળવનાર પરીક્ષાર્થીને તે વિષય પૂરતી મુક્તિ મળશે. 
( ૨ ) જો કોઇ એક વિષયમાં ૫૦ ગુણથી ઓછા ગુણ ( < ૫૦ ) મળવાને લીધે ઉમેદવારનું પરિણામ નાપાસ જાહેર થતું હોય માત્ર અને માત્ર તેવા કિસ્સામાં એક વિષય પૂરતું જ વધુમાં વધુ ૫ કૃપા ગુણ આપી શકાશે. 
( ૩ ) આ હુકમો પ્રસિધ્ધ થયા તારીખ બાદ લેવાનાર બઢતી માટેની તમામ ખાતાકીય પરીક્ષાઓ માટે ઉપર મુજબની જોગવાઇઓ લાગુ પડશે.
( ૪ ) જે સંવર્ગોની ખાતાકીય પરીક્ષાઓ જૂના નિયમોનુસાર યોજાઇ ગયેલ છે તેનું પરિણામ જૂના નિયમોનુસાર જ જાહેર કરવાનું રહેશે. 
( ૫ ) સંબંધિત વિભાગ ખાતાના વડાએ જે તે ખાતાકીય પરીક્ષાના નિયમોમાં સા.વ.વિ.ના પરામર્શમાં દિન -૧૫ માં ઉકત સુધારા માટે કાર્યવાહી કરવાની રહેશે. 
( ૬ ) આ સિવાય તા.૧૭ / ૦૨ / ૨૦૦૬ ના ઠરાવની અન્ય જોગવાઇઓ યથાવત રહેશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

( સિમરન પોપટાણી )
નાયબ સચિવ
સામાન્ય વહીવટ વિભાગ
ગુજરાત સરકાર

Search Topic
ખાતાકીય પરીક્ષા ઠરાવ, ખાતાકીય પરીક્ષા પેપર, ખાતાકીય પરીક્ષા નિયમો, ખાતાકીય પરીક્ષા વર્ગ -૩, Departmental Exam Resolution, Departmental Exam Rules
Previous Post Next Post