Search Suggest

વધ ઘટ કેમ્પ 2023 | Vadh Ghat Camp 2023 Updated

વિષયઃ તા.૩૧/૭/૨૦૨૩ ની સ્થિતિએ મંજૂર થયેલ મહેકમ અનુસાર વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત....

૨) સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ પીઆરઈ/૧૧૨૦૧૨/૬૨૧૦૭૫/ક (ભાગ-૧) તા.૦૨/૦૬/૨૦૨૩

૩) સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : પીઆરઈ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫૭ (ભાગ-૧) તા.૦૫/૦૭/૨૦૨૩

૩) સં.શિ.નિ.સા.શ્રી ગાંધીનગરના પત્ર ક્રમાંકઃ પ્રાશિનિક—નીતિ/૨૦૨૩/૬૮૮૧-૬૯૩૩ તા.૩૧/૦૮/૨૦૨૩


વધ ઘટ કેમ્પ તારીખ જિલ્લા વાઇઝ


ઉપરોકત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે વંચાણે લીધેલ સંદર્ભ-૧ થી ૩ ના ઠરાવથી પ્રાથમિક શિક્ષકો / ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના બદલીઓની જોગવાઈ કરવામાં આવેલ છે. જે સબબ સંદર્ભ-૪ ના પત્રથી વધ-ઘટ બદલી કેમ્પ કરવાની સૂચના મળેલ છે. આમ સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં તા.૩૧/૭/૨૦૨૩ ની સ્થિતિએ મંજૂર કરવામાં આવેલ મહેકમ સામે કામ કરતા શિક્ષકો પૈકી જે શાળામાં વધ ઉભી થતાં વધુમાં પડેલ તથા તા.૧૧/૫/૨૦૨૩ તથા તે પછીના સુધારા ઠરાવની જોગવાઈ મુજબ અગાઉ તાલુકાફેર ગયેલ શિક્ષકો અને જે શિક્ષકોની વધમાં બદલી થયેલ છે. અને પોતે મળ શાળા / તાલુકામાં પરત આવવા ઈચ્છતા શિક્ષકોનો વધ–ઘટ બદલી કેમ્પ આ સાથે સામેલ રાખેલ સમય સારણી મજબ રાખવામાં આવેલ છે. તો તમારા તાબાની પ્રાથમિક શાળાના આવા તમામ સબંધિત શિક્ષકોને તમારી કક્ષાએથી ખાસ સૂચનાઓ સહિત ઉપરોકત બાબતોની લેખિતમાં જાણ કરવા આથી જણાવવામાં આવે છે. જો કોઈ શિક્ષકશ્રીની વધ હોય અને કેમ્પમાં હાજર ન રહે તો તેવા કિસ્સામાં સંદર્ભ-૧ થી ૩ ના ઠરાવની જોગવાઈ મુજબ એક તરફી હુકમ કરવામાં આવશે જેની નોંધ લેશો. ખાસ સૂચના :–

સાબરકાંઠા વઘ ઘટ બદલી કેમ્પ 2023 પરિપત્ર

કેમ્પની તારીખ : 12/09/2023 (મંગળવાર)
સ્થળ : બી.આર.સી. ભવન કાંકણોલ, હિંમતનગર

૧) સબંધિત શિક્ષક સિવાયના અન્ય કોઈ શિક્ષક ઉપસ્થિત ન રહે તે તમામ શાળાઓને સૂચના આપવાનું રાખશો.

૨) વધમાં આવતા શિક્ષકોને તાલુકા કક્ષાએથી આ સાથે સામેલ રાખેલ સમયસારણી મુજબ હાજર રહે તે માટે જાણ કરવાની રહેશે.

૩) તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ કેમ્પમાં તમારા તાલુકાના રેકર્ડ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. ૪) જે શિક્ષક મિત્રોએ મુળ શાળા / મુળ તાલુકા પરતનો લાભ લેવાનો હોય તેવા શિક્ષક મિત્રોએ જે તમારી મુળ શાળા મુળ

૪) તાલુકાનો આંતરિક કેમ્પ હોય તે કેમ્પના સમયે તે તાલુકાના આંતરિક કેમ્પમાં ઉપસ્થિત રહી ભાગ લેવાનો રહેશે. વધ વાળા શિક્ષકશ્રી તથા મળ શાળા / તાલુકા પરતનો લાભ શિક્ષકશ્રીઓએ આ સાથે સામેલ રાખેલ પ્રમાણપત્ર તથા 
૫) જરૂરી આધાર પુરાવા સહ કેમ્પમાં હાજર રહેવાનું રહેશે.

૬) તાલુકા આંતરિક કેમ્પ સરભર થયા બાદ જિલ્લાનો જનરલ કેમ્પ તે પછી તરત તે દિવસે જ કરવામાં આવશે.

બિડાણ : ઉપર મુજબ પત્રક

વધ ઘટ કેમ્પ પરિપત્ર ગુજરાતના તમામ જિલ્લા