-->

વિષય શિક્ષણ અને તાસ ફાળવણીના કાર્યભાર બાબત gcert નિયામકશ્રીનો પરિપત્ર

ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોના વિષયશિક્ષણના કાર્યભાર બાબત,, તારીખ 11/07/2012 નો GCERT નિયામકશ્રીનો પરિપત્ર

Vishay Shikshan ane Tas Falavni Paripatra, Vishay Karyabhar Paripatra, Std 6 to 8 Tas Falavni Paripatra, Vishay Shikshan Padhdhati Paripatra

Vishay Shikshan ane Tas Falavni Paripatra

 શિક્ષણનો અધિકાર ૨૦૦૯ કાયદાના અમલીકરણ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થયેલ છે અને ધોરણ ૬ થી ૮ માટે વિષય શિક્ષકોની જોગવાઇ છે . સદર જોગવાઇ અનુસાર ભાષાઓ ( ગુજરાતી , હિન્દી , સંસ્કૃત , અંગ્રેજી ) , ગણિત - વિજ્ઞાન , અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની નિમણુંક થાય છે . આ સાત વિષયો ઉપરાંત શારીરિક શિક્ષણ - યોગ , કલા શિક્ષણ અને કાર્યાનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણકાર્ય કરાવવાનું હોય છે . 

ચાલુ વર્ષે અમલમાં આવેલા નવા અભ્યાસક્રમમાં દરેક વિષયની સમય ફાળવણી પણ કરવામાં આવી છે . આ સમય ફાળવણીને ધ્યાને લઇ ધોરણ ૬ થી ૮ માં દરેક વિષયના સાપ્તાહિક કેટલા તાસ રાખવા જોઇએ એ અંગે જીસીઇઆરટી કક્ષાએ પુખ્ત વિચારણા થયેલ છે . આ વિચારણાને અંતે નીચે મુજબની વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે . 

ધોરણ ૬ થી ૮ ના કોઇ એક વર્ગની નમૂનાની તાસ ફાળવણી નીચે મુજબ છે

૦ ગુજરાતી ૭ તાસ 
૦ હિન્દી ૫ તાસ 
૦ અંગ્રેજી ૬ તાસ 
૦ સંસ્કૃત ૨ તાસ 
૦ ગણિત ૭ તાસ 
૦ વિજ્ઞાન ૭ તાસ 
૦ સામાજિક વિજ્ઞાન ૬ તાસ 
૦ શારીરિક શિક્ષણ , કાર્યાનુભવ , કલા શિક્ષણ પ તાસ ( પીટી સહિત ) 

• ઉપરોક્ત તાસ ફાળવણી માર્ગદર્શન માટે આપેલી છે . વિષય શિક્ષકોના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ શાળાના મુખ્ય શિક્ષક એમાં ફેરફાર કરી શકે છે . 

• ઉપરોક્ત તાસ ફાળવણી મુજબ એક વર્ગમાં ગણિત - વિજ્ઞાનના ( ૭ + ૭ ) ૧૪ તાસ થાય . એટલે કે ત્રણ વર્ગો હોય ત્યારે ગણિત - વિજ્ઞાનના શિક્ષકને ૪૨ તાસનો કાર્યભાર આવે . 

• એક વર્ગમાં સામાજિક વિજ્ઞાનના ૬ તાસ લેખે ત્રણ વર્ગમાં કુલ ૧૮ તાસનો કાર્યભાર આવે . જ્યારે એક વર્ગમાં ભાષાના કુલ ( ૭૫ + ૬ + ૨ ) ૨૦ તાસ થાય તેથી ત્રણ વર્ગમાં ભાષા શિક્ષકનો કાર્યભાર ૬૦ તાસ થાય , જે શક્ય નથી . 

• આમ , સામાજિક વિજ્ઞાનના શિક્ષકના ઓછા કાર્યભાર અને ભાષા શિક્ષકના વધુ કાર્યભારને સરભર કરવા માટે સામાજિક વિજ્ઞાનના શિક્ષકે અન્ય વિષય પૈકીના વિષયો પણ ભણાવવાના થાય છે . આ અન્ય વિષયોમાં ભાષાઓ , ગણિત - વિજ્ઞાન , અને શારીરિક શિક્ષણ , કાર્યાનુભવ , કલા શિક્ષણ પૈકી કોઇપણ વિષયનો સમાવેશ થઇ શકે છે . શાળાના મુખ્યશિક્ષકે શાળાની જરૂરિયાત અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકની ક્ષમતાના આધારે તેમને અન્ય વિષયો ફાળવવાના રહેશે . 

શાળાના મુખ્ય શિક્ષકે ધો . ૬ થી ૮ માં સાપ્તાહિક ૧૫ થી ૨૦ તાસ ફરજીયાત લેવાના રહેશે . મુખ્ય શિક્ષકે પોતાની શૈક્ષણિક લાયકાતને ધ્યાને લઈ વિષયશિક્ષણ કાર્ય કરવાનું રહેશે .

 ઉપરોકત વિગતોની જાણકારી તમામ શાળાઓને મળી રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીશ્રીએ તેમની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે .

👉 પરિપત્ર જુઓ
SeeCloseComment