આ ઔષધિય વનસ્પતિઓના ફાયદા જાણીલો, રોગ રહશે દૂર

🌿 આ ઔષધિય વનસ્પતિઓના ફાયદા જાણીલો, રોગ રહશે દૂર ,, Know the benefits of these medicinal plants, the disease will be eliminated

 • બિલી
 • તુલસી
 • અરડૂસી
 • કણજ
 • ગળો
 • કુંવારપાઠું
 • ગરમાળો
 • ડોડી
 • સતાવરી
 • ખીજડો
 • પારિજાત
 • વડ
 • ખેર
 • ખાખરો
 • બોરસલી

👉 આયુર્વેદ અને ઉપચારની PDF ડાઉનલોડ કરો

મારા પ્રિય વડાપ્રધા શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતી નિબંધ PDF ડાઉનલોડ કરો..

બિલી

• શિવમંદિરની નજીક આના ઝાડ ખાસ ઉછેરવામાં આવે છે . શાસ્ત્રોમાં તેને શ્રીવૃક્ષ તરીકે ઓળખે છે . 

• શિવપૂજામાં બીલીના પાન વપરાય છે . 

• બીલીના પાનનો રસ તાવ અને ડાયાબીટીસના રોગીઓ માટે સારો છે . 

• કાચા ફળનો મુરબ્બો મરડાના રોગી માટે સારો છે . 

• પાકા ફળનું શરબત પેટની બિમારી માટે ઉત્તમ છે .


તુલસી

• ધાર્મિક માન્યતા પ્રમાણે દરેક ઘરના આંગણામાં તુલસીક્યારો હોવો જોઈએ . 

• તુલસીનો છોડ આસપાસની હવાને સ્વચ્છ રાખે છે . 

• તુલસીનો રસ અને કાળા મરી મેલેરીયામાં ઉપયોગી છે . 

• તુલસીનો રસ મધ સાથે શરદી સળેખમમાં ઉપયોગી છે અને કફના રોગો દૂર થાય છે , 

• રોગ પ્રતિકારક શક્તિ વધે છે . યાદશકિત વધે છે અને માનસિક તણાવ દૂર થાય છે .


અરડૂસી

• આ છોડના તમામ અંગો કડવા છે . 

• પાનનો રસ મધ સાથે આપવાથી ખાંસીમાં ફાયદો થાય છે . 

• પાન + હળદર + કાળા મરીનો ઉકાળો આપવાથી દમમાં ફાયદો થાય છે . 

• ગળો , મોથ અને અરડુસીનો ઉકાળો તાવમાં ફાયદાકારક છે .

 

  કણજી

• કણજીનું ઝાડ છાયાવૃક્ષ તરીકે સારું છે . 

• કણજીની પાતળી ડાળીનું દાતણ કરવાથી દાંત મજબૂત અને તંદુરસ્ત રહે છે . 

• કણજીનું દાતણ બધા દાતણમાં શ્રેષ્ઠ છે . 

• કણજીના બીજમાંથી નીકળતું તેલ ચામડીના રોગોમાં માલીશ માટે સારું છે .

 

  ગળો

• ગળોના વેલા ખેતરની વાડો ઉપર ચઢેલા જોવા મળે છે . 

• લીમડા પર ચઢેલી ગળો ઉત્તમ હોય છે . 

• ગળોના કાંડનો રસ મધુ સાથે પીવાથી કમળો મટે છે . 

• ગળોનું ચૂર્ણ ૨ ચમચી પાણી સાથે લેવાથી થોડા દિવસ ઝીણો તાવ મટે છે . 

• વાયરસ જન્ય તાવ ( ચીકનગુનીયા , ડેગ્યુ , સ્વાઈનફ્લ ) અથવા કોઈ પણ જીર્ણતામાં ઉપયોગી છે . 

• રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉત્તમ છે .

 

  કુંવારપાઠું

• કુંવારપાઠું એલોવેરા નામે આ છોડનાં રસમાંથી તૈયાર થયેલ સાબુ , શેમ્પ જેવી ઘણી કોમેટિક બનાવટો બજારમાં મળે છે . 

• દરેક જણે ઘરનાં કુંડામાં આ છોડ ઉછેરવો જોઈએ .

• પાનમાં રહેલો જેલી જેવો ભાગ દાઝયા ઉપર લગાડવાથી ફાયદો થાય છે . 

• રોજ ૧ કે ૨ ચમચી તેનો રસ લેવાથી ભૂખ સારી લાગે છે , યકૃત ( લીવર ) મજબૂત થાય છે .


ગરમાળો

• આ એક બહુ સુંદર રાજપથ વૃક્ષ છે . 

• તેના ફળમાંથી ગોળ જેવો માવો નીકળે છે . 

• તે યોગ્ય પ્રમાણમાં લેવાથી કબજીયાત મટે છે . 

• કોમળ પાન લસોટી તેનો લેપ ચામડીના રોગો માટે ફાયદાકારક છે .

 

  ડોડી

• ડોડીના કુમળા પાનનું શાક આયુર્વેદમાં શ્રેષ્ઠ શાક કહ્યું છે . 

• આંખના રોગમાં ડોડીના પાન ઘીમાં શેકીને ખાવા . 

• ગુમડામાં પાનની લુગદી બાંધવી 

• મોટું આવી જાય તો કુમળા પાન ચાવવા


શતાવરી

• શતાવરીના મૂળ ખૂબ પૌષ્ટીક છે . સ્ત્રી માટે ભગવાનનું વરદાન છે . 

• તેનું ચૂર્ણ દૂધમાં લેવાથી ધાવણ વધે છે . 

• એક ચમચી દૂધ સાથે લેવાથી એસીડીટીની ઉત્તમ દવા છે .


ખીજડો

• પવિત્ર વૃક્ષ . રાજસ્થાનમાં તેને કલ્પવૃક્ષ માનવામાં આવે છે . 

• તેની સુરક્ષા માટે ઇમરતીદેવીનું બલિદાન જાણીતું છે . 

• તેનું લાકડું યજ્ઞની સમિધા તરીકે કામ આવે છે . 

• યજ્ઞની જ્વાળાઓથી દરેક વાયરસજન્ય રોગો નાશ પામે છે .

 

  પારિજાત

• સ્વર્ગમાંથી ઉતરી આવેલું આ દેવવૃક્ષ પારિજાત શંકર ભગવાનને પ્રિય , આથી તેને હરઢિંગાર પણ કહેવામાં આવે છે . 

• તેને કેસરી ડાંડલીવાળા સફેદ સુગંધિત ફૂલ જે રાત્રે ખીલે છે અને સવારે ખરી જાય છે આથી તેને કેટલાક રાતરાણી પણ કહે છે . 

• રાંઝણ ( સાઇટીકા ) ની રામબાણ ઔષધી , રોજ ૪ થી ૫ પાનનો ઉકાળો બનાવી પીવાથી સ્નાયુના અને સાંધાના દરેક દુખાવા મટે છે . 

• ચીકુનગુનીયા મટી પછી પણ વ્યકિત ૧ થી ૨ મહિના લંગડતો ચાલતો હોય છે . 

• તે વ્યક્તિને પારિજીતના પાનનો ઉકાળો અવય પાવવો , મેલેરિયાની પણ આ પ્રભાવી દવા છે , પેટના કૃમિનો પણ નાશ કરે છે .

 

  વડ

• વડ પવિત્ર વૃક્ષ . સદાય પ્રાણવાયુ આપનાર અને પર્યાવણને શુદ્ધ રાખનાર ઘટાદાર મહાવૃક્ષ , 

• તેની નીચેની માટી પણ પવિત્ર કહેવાય છે . ચજ્ઞમાં સમિધા તરીકે તેનો ઉપયોગ થાય છે . 

• ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આપણા ધર્મમાં પુંસવન સંસ્કારનો ઉલ્લેખ છે . 

• આ માટે વડવાઇની કૂંપળો ( ઇંગ ) નો ઉપયોગ કરવામાં આવે છે .

 

  ખેર

• તેનું લાકડું યજ્ઞ માટે ઉત્તમ 

• ચામડીના રોગની શ્રેષ્ઠ દવા તેનું શાસ્ત્રીય નામ ગાયત્રા છે .

ખાખરો, પલાશ

• કુલ સુકવીને નહાવામાં વાપરવાથી નાના છોકરાને થતી અળાઈમાં તરત ફાયદો થાય છે . 

• તેના બીજ ફરમમાં અને પેશાબના રોગમાં ઉપયોગી છે . 

• તેને કેસુડો પણ કહેવાય છે .

 

  બોરસલી

• છાયાદાર વૃક્ષ , 

• તેના દાતણ કરવાથી દાંત મજબૂત બને છે .

Previous Post Next Post