Search Suggest

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના ઓનલાઈન અરજી ફોર્મ

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના

()હેતુ:- આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.



(૨) યોજનાની પાત્રતા:

.   ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ

.   શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા

તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.

.    આવક મર્યાદા નથી.

()  બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા:

(૧) ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

(ર)  સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

(૩) વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

()  ધિરાણની રકમ ઉપર સહાયના દરઆ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.

વિસ્તારજનરલ કેટેગરીઅનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ
ગ્રામ્ય૨૫%૪૦%
શહેરી૨૦%૩૦%


(૫)  સહાયની
 મહત્તમ મર્યાદા:

ક્રમક્ષેત્રસહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં)
ઉદ્યોગ₹.૧,૨૫,૦૦૦
સેવા₹.૧,૦૦,૦૦૦

વેપાર
જનરલ કેટેગરીશહેરી₹.૬૦,૦૦૦
ગ્રામ્ય₹.૭૫,૦૦૦
રીઝર્વ કેટેગરીશહેરી/ ગ્રામ્ય₹.૮૦,૦૦૦

નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ₹.૧,૨૫,૦૦૦/- રહેશે.