સમગ્ર શિક્ષા દ્વારા પહોચાડવામાં આવેલી વિવિધ શૈક્ષણિક સાધન સામગ્રીના ઉપયોગ બાબત લેટર...

NIPUN HARAT
समग्र शिक्षा Samagra Shiksha
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા,સેકટર-૧૭, ગાંધીનગર.
E-mail-qecell@gmail.com
પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન
પત્રક્રમાંકઃસમગ્ર શિક્ષા/કયુસેલ/૧/૨૦૨૪/ ૨૮૪૧૧ - ૪૮૪
તા.૦૧/૦૭/૨૦૨૪ ०४

જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી

પ્રતિ,
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી
જિલ્લા: તમામ
શાસનાધિકારીશ્રી: અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા
જિલ્લા: તમામ

વિષય: સમગ્ર શિક્ષા દ્વારા પહોંચાડવામાં આવેલી વિવિધ શૈક્ષણિક સાધના-સામગ્રીના ઉપયોગ બાબત...

શ્રીમાન,
પ્રતિ,
નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં અત્રેની કચેરી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અને SCF-FS આધારિત વિવિધ શૈક્ષણિક સાધન-સામગ્રી તૈયાર કરીને શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે. તેમાં વિદ્યાર્થીઓએ ઉપયોગમાં લેવાની, વર્ગકાર્ય દરમ્યાન શિક્ષકે ઉપયોગમાં લેવાની અને શાળા કક્ષાએ ઉપયોગમાં લેવાની એમ વિવિધ પ્રકારની સાધન-સામગ્રી સામેલ છે. શાળામાં ચાલતી અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને રસપ્રદ અને ગુણવત્તાસભર બનાવવામાં આ શૈક્ષણિક સાધન- સામગ્રી ઉપયોગી છે.

સાધન-સામગ્રીનું યોગ્ય રીતે વિતરણ થવું જેટલું જરૂરી છે પરંતુ વિતરણ બાદ ઉપલબ્ધ સાધન-સામગ્રીનો અસરકારક ઉપયોગ થવો ખૂબ જ જરૂરી છે આથી અત્રેથી મોકલવામાં આવેલ વિવિધ સાધન-સામગ્રી અંગે માર્ગદર્શિકા અત્રેની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે આ પત્ર સાથે આપને મોકલી આપવામાં આવે છે. આ માર્ગદર્શિકા આપના જિલ્લાની તમામ સરકારી શાળાઓ, સીઆરસી, બીઆરપી, બીઆરસી, કેળવણી નિરીક્ષક, ઈઆઈ, ટીપીઈઓ, ડાયટ લેકચરર, જિલ્લા સમગ્ર શિક્ષા કચેરીના તમામ શાખાના OIC તથા શાળા મુલાકાત કરતા હોય તેવા અન્ય તમામ અધિકારી/કર્મચારી સુધી પહોંચાડવા માટે જણાવવામાં આવે છે. શાળામાં અધ્યયન-અધ્યાપન કાર્યમાં મદદ કરવાના હેતુથી અથવા મૂલ્યાંકન/નિરીક્ષણ કરવાના હેતુથી શાળા મુલાકાત કરનાર તમામ કર્મચારી/અધિકારી આ માર્ગદર્શિકા મુજબ સાધન- સામગ્રીનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરી તે માટે જરૂરી આદેશ કરવા અને સમયાંતરે આપની કક્ષાએથી ચકાસણી કરવા માટે જણાવવામાં આવે છે. આભારસહ. અંગત રસ લઈ આપ આ

મહત્ત્વપૂર્ણ લિંક્સ


આ પણ જુઓ

બિડાણ:
  • સમગ્ર શિક્ષા દ્વારા તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકા
  • (મહેશ મહેતા) સચિવ સ્ટેટ પ્રોજેક્ટ ઑફિસ સમગ્ર શિક્ષા, ગાંધીનગર
  • નકલ સવિનય રવાના જાણ સારું :
  • માન. એસપીડીશ્રી, સમગ્ર શિક્ષા
  • માન.નિયામકશ્રી, જીસીઈઆરટી, સેક્ટર-૧૨, ગાંધીનગર
  • માન.એએસપીડીશ્રી, સમગ્ર શિક્ષા
Previous Post Next Post