સમગ્ર શિક્ષા દ્વારા મળેલ શૈક્ષણિક સાધન સામગ્રીનો ઉપયોગ કરવા માટેની માર્ગદર્શિકા જુઓ

શાળા કક્ષાએ સમગ્ર શિક્ષા દ્વારા મળેલ શૈક્ષણિક સાધન સામગ્રીનો ઉપયોગ કરવા માટેની માર્ગદર્શિકા જુઓ અને pdf ડાઉનલોડ કરો1. ધોરણ ૧ થી ૫ ચિત્રપોથી

ચિત્રકામ અંગેની અધ્યયન નિષ્પત્તિ ધ્યાને લઇ ધોરણ ૧ થી પના તમામ વિધાર્થીઓ માટે ચિત્રપોથી આપવામાં આવેલ છે.

વિધાર્થીઓની ચિત્રપોથીમાં કેલીગ્રાફી-રેખાંકન, આકાર, રંગકામ, અક્ષરલેખન, ભાતચિત્ર, વસ્તુ પદાર્થ ચિત્ર, કોલાઝ વર્ક, પ્રકૃતિચિત્ર, છાપકામ, ચિત્ર સંયોજન, સ્મૃતિચિત્ર, પેટર્ન, દ્રશ્ય ચિત્ર જેવી જે તે ધોરણ મુજબના અભ્યાસક્રમની બાબતોને ધ્યાને લઇ ચિત્રપોથી તૈયાર કરવામાં આવેલ છે.

ચિત્રપ્તેથીના ઉપયોગથી ચિત્રાંકન, રંગકામ, સર્જન, કલ્પના, જીજ્ઞાસા, તર્કયુક્ત વિચાર તથા માનસિક કૌશલ્ય વિકાસ થાય તેવો ઉદેશ્ય રહેલો છે.

ચિત્રના તાસ દરમિયાન અથવા શિક્ષક દ્વારા સૂચવ્યા મુજબ જે તે દિનના અધ્યયન કાર્યના મુદ્દા ધ્યાને લઇ સપ્તાહ કે પખવાડીયામાં અધ્યયન કાર્યની જરૂરિયાત મુજબ ચિત્રપ્લેથીમાં બાળકો ચિત્ર દોરે તે મુજબનું આયોજન કરવું.

2. મારી લેખનપોથી

ધોરણ ૧ અને ૨ના બાળકો માટે ધોરણ વાર ગુજરાતી, ગણિત અને પર્યાવરણના વિષયોને આવરી લઈને મારી લેખનપોથી' નિર્માણ કરવામાં આવેલ છે. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાના ધોરણ ૧ અને ૨માં અભ્યાસ કરતા પ્રત્યેક બાળકને આ લેખનપોથી આપવામાં આવેલ છે.

મારી લેખનપોથીની પ્રવૃત્તિઓ દ્વારા પ્રારંભિક કક્ષામાં આવતી ગુજરાતી, ગણિત અને પર્યાવરણ જેવા વિષયની બાબતોનો પરિચય થતો હોવાથી બાળકોને અભ્યાસક્રમમાં ખૂબ જ સહાયક બનશે.

મારી લેખનપોથીમાં બાળકોને સંકેત, આકાર, ગુજરાતી અંક-અક્ષરલેખન, શબ્દ લેખન, સરવાળો, બાદબાકી, કેલેન્ડર, દિનચર્યા, ચિત્ર આધારિત લેખન, વાર્તાની ઘટનાનું લેખન, રંગોના નામ વગેરે સરળતાથી અધ્યયન કાર્ય થાય તેવો પ્રયાસ કરેલ છે.

મારી લેખનપ્લેથીની વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને અધ્યયન કાર્યમાં મહાવરા અને અભ્યાસ માટે સહાયક હોવાથી શિક્ષકે બાળકો પાસે સમયાંતરે એકમ અનુરૂપ પ્રવૃત્તિઓ હાથ ધરવી.

૩. નોટબુક (ત્રણ) -

ધોરણ-૧ અને ૨ના બાળકો માટે બાળક દીઠ-૩ નોટબુક આપવામાં આવેલ છે જેમાં એક નોટબુક ખાનાવાળી અને બે નોટબુક લીટીવાળી આપેલ છે. શિક્ષક દ્વારા બાળકોને સમયાંતરે એકમને અનુરૂપ લેખન કાર્ય અને મહાવરા માટે આ નોટબુકનો ઉપયોગ કરવાનો રહેશે.

4. વિધાપ્રવેશ પ્રવૃત્તિપોથી -

વિધાર્થી દિઠ-૧ પુસ્તિકા (વિધાર્થી પ્રવૃત્તિપોથી) આપવામાં આવેલ છે. શૈક્ષણિક સત્રના શરૂઆતમાં વિધાપ્રવેશ પુસ્તિકાનો ઉપયોગ કરવાનો રહેશે. વિધાર્થીઓને નિયમિત શરૂઆતના પ્રથમ ત્રણ માસ દરમિયાન શિક્ષક આવૃત્તિમાં સૂચવ્યા મુજબ વિધાર્થી પ્રવૃત્તિપોથીમાં દર્શાવેલ પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે. આ સાથે પ્રવૃત્તિ પોથીમાં આપેલ મૂલ્યાંકન સીટ યોગ્ય રીતે નોંધવામાં આવે અને તે બાળકના માતા-પિતા (વાલી)ને પણ બતાવવામાં આવે તે અપેક્ષિત છે.

5. પ્રોજેક્ટ-પ્રવૃત્તિ બુક -

રાજ્યની તમામ સરકારી શાળાના ધોરણ ૧ થી ૯ બાળકોને બાળક દીઠ પ્રોજેક્ટ-પ્રવૃત્તિ બુક આપવામાં આપેલ છે.

નેશનલ એજ્યુકેશન પોલીસી ૨૦૨૦ અને NCF-SCF-FS તથા નિપુણ ભારત મિશન ધ્યાને લઇ અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રોજેક્ટ-પ્રવૃત્તિ બુક તૈયાર કરવામાં આવેલ છે. ધોરણ 1 થી 9ના પાઠ્યપુસ્તકમાં આપેલ વિષયવસ્તુના વિશેષ અભ્યાસ માટે પ્રોજેક્ટ-પ્રવૃત્તિ બુકમાં વિવિધ પ્રોજેક્ટ-પ્રવૃત્તિ આપવામાં આવેલ છે.

આ બુકમાં અવલોકન, સર્વેક્ષણ, વાંચન, મુલાકાત, પ્રવૃત્તિલક્ષી, અનુભવયુક્ત અને રિસોર્સ આધારિત પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ બુકના પ્રોજેક્ટ-પ્રવૃત્તિ કરવા માટે બાળકોને ઓછામાં ઓછું એક સપ્તાહ અને વધુમાં વધુ એકાદ માસ જેટલો સમય આપવો જરૂરી છે. આ બુકમાં વયકક્ષાને અનુરૂપ બાળકો જાતે, જોડીમાં અને જૂથમાં કરી શકે તેવા વિવિધતા સભર પ્રોજેક્ટ આપવામાં આવેલ છે.

મોડેલ, રમકડું, સાધન-સામગ્રી વગેરેનું નિર્માણ કરવું તેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ આ પ્રોજેક્ટ-પ્રવૃત્તિ બુકમાં સમાવવામાં આવેલ છે. પ્રેજેક્ટ-પ્રવૃત્તિ કરાથી વિધાર્થીઓમાં રસ, ઉત્સુકતા અને રૂચી ઉત્પન્ન થાય તથા સ્થાનિક વાતાવરણથી અવગત થાય તેવો ઉદેશ્ય રહેલો છે.

પ્રત્યેક પ્રોજેક્ટ કાર્ય બાદ શિક્ષકે ચકાસણી કરીને તારીખ સહીત સહી કરવાની રહેશે તથા વાલીની પણ સહી થાય તે અપેક્ષિત છે જેથી વાલી પણ બાળકોની પ્રવૃત્તિથી પરિચિત થાય. સ્થાનિક પરિસ્થિતિ મુજબ જરૂર જણાયે શિક્ષક પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં વિશેષ માર્ગદર્શન આપી શકે, પરંતુ શિક્ષક દ્વારા જ દરેક પ્રોજેક્ટમાં બધા બાળકોનું એકસમાન વ્યવહાર કે એક સમાન લેખન પ્રવૃત્તિ આવે તેવું ન થાય કે કોપી ન થાય તેની કાળજી લેવી.ટૂંકમાં બાળકો જાતે આ પ્રવૃત્તિમાં આગળ વધે જાતે પ્રયાસ કરે તે અપેક્ષિત છે.

6. એકમ કસોટી નોટબૂક -

રાજ્યની તમમ સરકારી શાળાના ધોરણ ૩ થી ૧૦ વિધાર્થી માટે એકમ કસોટી નોટબૂક આપવામાં આવેલ છે. શનિવારે લેવાતી વિષયવાર કસોટીના-PATના લેખનકાર્ય માટે એકમ કસોટી નોટબૂક આપવામાં આવેલ છે.

એકમ કસોટી નોટબુકમાં કસોટીના જવાબ લખવા માટે તેમજ ઉપચારાત્મક કાર્ય તથા મહાવરા લેખન માટે આ નોટબૂક આપવામાં આવેલ છે.

7. સ્વઅધ્યયનપોથી -

રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ધોરણ 3 થી 10માં અભ્યાસ કરતા બાળકોને સ્વઅધ્યયનપોથી આપવામાં આવેલ છે.

સ્વઅધ્યયન પોથીમાં જે તે ધોરણના વિષયને આમેજ કરી એક સ્વઅધ્યયન પોથી તૈયાર કરવામાં આવેલ છે. જેમાં બાળકોને દરેક ધોરણની અલગ અલગ સ્વઅધ્યયનપ્રેથીને બદલે એક જ સ્વ અધ્યયનપોથીમાં બે-બે માસના એકમને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવેલ છે.

બાળકોને સમયે સમયે એક જ સ્વઅધ્યયનપોથી શાળામાં લાવવાની રહે, જે સ્વઅધ્યયનપોથીનું કાર્ય પૂર્ણ થાય તે પછી તેને સાચવીને શાળા અથવા બાળકના ઘરે સચવાય તેની કાળજી લેવા જણાવવું.

જેમ જેમ એકમનું શૈક્ષણિક કાર્ય થાય તેમ તેમ તેની સાથે જ સ્વઅધ્યયનપોથીનું લેખનકાર્ય અચૂક થાય તેની કાળજી લેવી. સ્વઅધ્યયનપોથીમાં શરૂઆતમાં મહાવરા માટેના એકમ આપેલ છે તેનું અચૂક રિવિઝન કરાવી આગળ વધવું.

8. સંસ્કૃત પોકેટ બુક-

રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ બાળકો માટે વિધાર્થીદીઠ પોકેટ બુક જેવી “ સંસ્કૃત સોપાનઃ "પુસ્તિકા આપવામાં આવેલ છે. જેનો હેતુ બાળકો રોજબરોજના વ્યવહારમાં સંસ્કૃતભાષાને સ્થાન આપતા થાય.

આ પુસ્તિકામાં સંસ્કૃત ભાષામાં પ્રાર્થના, પોતાનો પરિચય, પોતાની શાળા કે સંસ્થાનો પરિચય, શરીરના અંગો, જીવન વ્યવહારમાં ઉપયોગી સંસ્કૃત શબ્દો-વાક્યો જેવી અનેક બાબતોનો સમવેશ કરવામાં આવેલ છે.

બાળકોને પ્રારંભિક સંસ્કૃત શીખવા માટે આ સામગ્રી તૈયાર કરવામાં આવેલ છે. પુસ્તિકામાં દર્શાવેલ વિષયવસ્તુનો ઉપયોગ કરી બાળકો રોજબરોજના જીવન વ્યવહારમાં, મિત્રો તેમજ ઘરે, ફળિયામાં સ્નેહીજનો સાથે સંસ્કૃત શબ્દો અને વાક્યોનો ઉપયોગ કરીને પ્રત્યાયન કરતા અને લેખન કાર્ય કરતા થાય તે અપેક્ષિત છે.

9. આઈ.ઈ.સી.ડાયરી. ("કર્મવેદિકા") -

રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક, સી.આર.સી.કો.ઓર્ડીનેટર, બી.આર.સી.કો.ઓર્ડીનેટર તેમજ બ્લોક કક્ષાએ કાર્યરત બી.આર.પી.નિપુણને “કર્મવેદિકા” (આઈ.ઈ.સી. ડાયરી) આપવામાં આવેલ છે.

સમગ્ર વર્ષ દરમિયાન શાળાના મુખ્ય શિક્ષક/સી.આર.સી.કો.ઓ., બી.આર.સી.કો.ઓ. તેમજ બી.આર.પી.નિપુણને

શાળા વિકાસની બાબતો, શિક્ષક પ્રશિક્ષણ તેમજ શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળા આયોજન વિકાસની વિવિધ બાબતોની નોંધ કરી શકે તે માટે “કર્મવેદિકા” ડાયરી આપવામાં આવી છે.

સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ,ાંધીનગર દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવેલ છે. તેમજ સમયાંતરે યોજાતી મિટિંગની નોંધ માટે પેઈજ આપવામાં આવેલ છે.

10. નિપુણ લક્ષ્ય વર્ગખંડ પોસ્ટર

NCF-FS, SCF-FS અને નિપુણ ભારત મિશન અંતર્ગત નક્કી કરવામાં આવેલા ૬- શાળાકીય વિકાસાત્મક ક્ષેત્રો અને તે અંતર્ગત અભ્યાસક્રમના-13 ધ્યેયો તથા ક્ષમતાઓની યાદી દર્શાવતા પ્રત્યેક શાળા દીઠ કુલ ૬ પોસ્ટરનો એક સેટ આપવામાં આવેલ છે.

આ ૬ પોસ્ટર શાળામાં બાલવાટિકા, ધોરણ-૧ અને ધોરણ-૨ના વર્ગખંડમાં બધા જોઈ શકે તે રીતે ગોઠવવાના રહેશે.

11. વિધાપ્રવેશ શિક્ષક આવૃત્તિ -

ધોરણ ૧ના બાળકો માટે શાળા શરુ થયાના શરૂઆતના દિવસોમાં શાળા તત્પરતાના ભાગ રૂપે 'વિધાપ્રવેશ' કાર્યક્રમ અમલીકૃત છે. બાળકોને વર્ગખંડમાં કરવાની પ્રવૃત્તિઓની સમજ માટે શિક્ષક દીઠ 'વિધાપ્રવેશ-શિક્ષક આવૃત્તિ' આપવામાં આવેલ છે.

12. શૈક્ષણિક કેલેન્ડર

તમામ સરકારી પ્રાથમિક શાળાઓ માટે 'શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર - વર્ષ : ૨૦૨૪-૨૫' મોકલી આપવામાં આવનાર છે. આ કેલેન્ડરમાં જૂન-૨૦૨૪ થી મે-૨૦૨૫ સુધીમાં સમગ્ર વર્ષ દરમ્યાન શાળા, તાલુકા કે જિલ્લા કક્ષાએ યોજાવાની વિવિધ સ્પર્ધાઓ, કાર્યક્રમો, તહેવારો, પરીક્ષાઓ, સામાયિક કસોટીઓ વગરેની માહિતી આપવામાં આવેલ છે. આ કેલેન્ડર શાળા કક્ષાએ વાર્ષિક આયોજન તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાનું રહેશે. ઉપરાંત આ કેલેન્ડરમાં પ્રત્યેક માસના અંતે આપવામાં આવેલ QR Code ને સ્કેન કરવાથી તે ાસમાં આવતા વિવિધ દિન વિશેષની માહિતી મેળવી શકાશે.

13. શાળા સિદ્ધિ મોડયુલ -

ભારત સરકારના શિક્ષા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ NATIONAL INSTITUTE OF EDUCATIONAL PLANNING AND ADMINISTRATION (NIEPA) NEW DELHI દ્વારા સમગ્ર દેશમાં “શાળા સિદ્ધી કાર્યક્રમ” અમલીકૃત છે.

NIEPAની ગાઈડલાઈન મુજબ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે સ્વ- મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમજ અXઉના વર્ષ દરમિયાન થયેલ શાળાઓના સ્વ-મૂલ્યાંકન પૈકીની શાળાઓમાંથી ૧/૩ (એક તૃતીયાંશ) શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન પ્રક્રિયા કરવામાં આવે છે.

શાળા સિદ્ધી કાર્યક્રમ અંતર્ગત અત્રેથી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને xળા દીઠ એક એક મોડયુલ આપવામાં આવેલ છે. આ મોડયુલમાં શાળા સિદ્ધી ફ્રેમવર્ક, શાળાઓ દ્વારા સ્વ-મૂલ્યાંકન, શાળાઓ દ્વારા બાહ્ય-મૂલ્યાંકન, ડેશબોર્ડ તેમજ શાળા સિદ્ધી ગાઈડલાઈન્સ વગેરેની બાબતોની વિગતવાર માહિતી આપવામાં આવેલ છે. જે શાળાઓને સ્વ-મૂલ્યાંકન તેમજ બાહ્ય-મૂલ્યાંકન કરવા માટે ખૂબ મદદરૂપ બનશે. 

14. સ્કૂલ સેફટી મોડયુલ -

રાજ્યની તમામ સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ાળકો તેમજ શિક્ષકોને ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અંગે જાણકારી મળે, આપત્તિઓ સામે સાવચેત બને તે માટે સ્કૂલ સેફટી મોડયુલ આપવામાં આવેલ છે.

રાષ્ટ્રીય શિક્ષા નીતિ-૨૦૨૦ અનુસાર શીખવવાના અન્ય વિષયોની માફક શાળા સુરક્ષા પણ એક વિષય તરીકે આપવો જરૂરી બન્યો છે. જે અંગે ભૂકંપ, આગ, પૂર, વાવાઝોડું તેમજ અન્ય કુદરતી કે માનવસર્જિત દૂર્ઘટનાઓ દરમિયાન આબાદ બચાવ માટેની વિવિધ બાબતોની જાણકારી મળી રહે તેનો આ મોડયુલમાં સમાવેશ કરવામાં આવેલ છે.

આ મેડ્યુલના વિવિધ પ્રકરણો દ્વારા સુરક્ષા બાબતે વાલીઓમાં જાગૃતિનું નિર્માણ, વાલીઓની સહભાગિતા, સમુદાયનું જોડાણ, સામાજિક સંગઠનોનું સહયોગી જોડાણ અને સુરક્ષા સંબંધી પ્રવૃત્તિઓની સમજ આપવામાં આવી છે.

15. સચિત્ર બાળપોથી -

ધોરણ-2ના બાળકો માટે સચિત્ર બાળપોથી સાહિત્ય (પુસ્તિકા) આપવામાં આવેલ છે

સચિત્ર બાળપોથી વર્ગ કક્ષાએ જ રાખવાની રહેશે. બાળકોને વાંચનમાં મહાવરો - સહપાઠી શિક્ષણ, લેખન કાર્ય જેવી પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ કરવાનો રહેશે. સમયાંતરે સચિત્ર બાળપોથીની બાબતો અંગે બાળકોને મુક્ત લેખન, શ્રુતલેખન તેમજ અનુલેખનનો મહાવરો કરાવવો.

16. લાર્જ સ્ટોરી બુક સેટ -

વાર્તા પુસ્તિકા બીગ બુકને લાર્જ સ્ટોરી બુક પણ કહીએ છીએ. આ પુસ્તિકાના ૧ થી ૮ ભાગ છે. વર્ગમાં શિક્ષક દ્વારા અધ્યયન કાર્ય દરમિયાન લાર્જ સ્ટોરી બુકનો ઉપયોગ કરવો, બાળકો વ્યક્તિગત શિક્ષણ કાર્ય તેમજ મહાવરા માટે અને સહપાઠી શિક્ષણ માટે આ બુકનો ઉપયોગ કરે તે અપેક્ષિત છે. બાળકોને આ સાહિત્યના વાંચન અને લેખનની સ્વતંત્રતા મળે તેની પણ કાળજી લેવામાં આવે તે અપેક્ષિત છે.

17. પ્રારંભિક વાંચનમાળા સેટ -

ધોરણ ૧ અને રમાં અભ્યાસ કરતા બાળકો માટે ૨૦ અર્લી રિડર બુક-પ્રારંભિક વાંચન ળાનો સેટ આપવામાં આવેલ છે.

આ અર્લી રિડરમાં ગુજરાતીના એકમવાર વાંચન માટેની સામગ્રી આપવામાં આવેલી છે. બાળકોને વાંચન ક્ષમતામાં વધારો થાય મહાવરો મળે તેમજ બાળકો સાથે સહપાઠી શિક્ષણના ભાગ રુઓએ વાંચનકાર્ય થાય તે અપેક્ષિત છે. સમયાંતરે અર્લીરીડરના આધારે લેખન કાર્ય કરાવવું.

18. ચિત્ર વાર્તા સંગ્રહ પુસ્તિકા –

બાલવાટિકા, ધોરણ-૧ અને ધોરણ-૨ના બાળકો માટે વાર્તા સંગ્રહ પુસ્તિકા આપવામાં આવેલ છે.

આ પુસ્તિકાના ૧ થી ૯ ભાગ છે. જેમાં ચતુર બિલાડી, કીડી અને કબૂતર, પતંગિયું બન્યું પાયલોટ જેવી ચિત્રવાર્તાઓ, અખરોટની મિજબાની, સપનાની વાત અને અરીસો જેવી મૂલ્ય શિક્ષણની વાર્તાઓનો સમવેશ કરવામાં આવેલ છે.

શૈક્ષણિક કાર્ય દરમિયાન વર્ગખંડમાં બાળકો જાતે લઇ શકે, વાંચી શકે તે રીતે વાર્તા સંગ્રહ પુસ્તિકાઓ ગોઠવવી .બાળકો જાતે વાંચતા થાય અને નિયમિત વાંચતા થાય તે અપેક્ષિત છે, બાળકો વાંચીને સાથી મિત્રને તેમજ વર્ગખંડમાં સમૂહકાર્ય દરમિયાન વાંચેલ વાર્તાની હાવભાવ સાથે પ્રસ્તુતિ કરે તે ઇચ્છનીય છે.

19. આગળ વધીએ કોમિક બુક્સ

સ્વસ્થ, ભાવનાત્મક અને માનસિક વિકાસ, જીવન ઘડતર, નાગરિકતા, જાતીય સમાનતા, પોષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, નશીલા પદાર્થોનું નિવારણ અને તેનાથી મુક્તિ, સ્વસ્થ જીવન શૈલીના પ્રયાસ માટેની આગળ વધીએ કોમિક બુક્સ પણ આપવામાં આવેલ છે. જે તમામ ધોરણના બાળકો અભ્યાસ વાંચન માટે ઉપયોગ કરી શકશે.

20. ફ્લેશ કાર્ડ -૩ બોક્ષ

બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને રનાં બાળકો માટે ત્રણ બોક્ષમાં પોસ્ટકાર્ડ સાઈઝનાં ફલેશકાર્ડ આપવામાં આવેલ છે.

બોક્ષ-૧ ગુજરાતી મૂળાક્ષર કાર્ડ, વાર્તા કાર્ડ, જોકર કાર્ડ, અંગ્રેજી મૂળાક્ષરો કાર્ડ, ગુજરાતી - હિન્દી મૂળાક્ષરકાર્ડ, નંબર ડોટ ડોમીનોસ, રંગ-આકાર-આકૃતિ પરિચય માટેના કુલ ૧૭૪ કાર્ડ આપવામાં આવેલ છે.

બોક્ષ-૨ મોટું-નાનું, ઊંચું-નીચું, અંદર-બહાર, તરત પહેલા-પછી, સંખ્યા કાર્ડ, વર્ણમલા માટે કુલ ૧૬૫ કાર્ડ આપવામાં આવેલ છે.

બોક્ષ-3 ચેક્સ કાર્ડ, બે ચિત્રમાં તફાવત, જુદું કોણ, નજીક-દૂર અને સૌથી નજીક સૌથી દૂર, ઓછું-વધારે, ઉપર-નીચે, રંગો, સંખ્યા કાર્ડ(૧ થી ૨૦-અંકમાં અને ચિત્રમાં - અંકમાં અને શબ્દોમાં) એવા કુલ ૧૬૫ કાર્ડ આપવામાં આવેલ છે. આમ કુલ ૫૦૪ ફ્લેશકાર્ડ આપવામાં આવેલ છે.

ઉપરોક્ત ગુજરાતી વિષયના કલેશકાર્ડનો ઉપયોગ મૂળાક્ષરોની ઓળખ, વિષયવસ્તુનો મહાવરો તેમજ સહપાઠી અધ્યયન તેમજ મૌખિક તેમજ લેખિત મૂલ્યાંકન માટેનો છે. ગણિત ફલેશકાર્ડને ઉપયોગ વિષયવસ્તુની સંકલ્પનાઓનાં સ્પષ્ટીકરણ, સંખ્યાજ્ઞાન તથા ગાણિતિક ખ્યાલના વિકાસ અને મૌખિક તેમજ લેખિત મૂલ્યાંકન માટેન્ઝ કાર્ડ આપવામાં આવેલ છે. કાર્ડના અધ્યાપન કાર્ય સાથે તેનું સમયાંતરે લેખન કાર્ય પણ કરાવવું.

21. ચાર્ટ (૨૦ ચાર્ટનો ૧ સેટ)

એક સેટમાં ૨૦ ચાર્ટ આપવામાં આવેલ છે. ચિત્રનું વાંચન, અવલોકન, સ્વતંત્ર સંવાદ, મૌખિક અભિવ્યક્તિનો વિકાસ વગેરેના વિકાસ માટે આ ચાર્ટ તૈયાર કરવામાં આવેલા છે. ચાર્ટ્સમાં તહેવાર, મેળો, બજાર, દુકાન, ઘર, જંગલ જેવી થીમ હોવાથી ચિત્રના આધારે બાળકો સાથે ચર્ચા કરી શકાય. બાળકો યોગ્ય રીતે જોઈ શકે તે મુજબ ચાર્ટ/પોસ્ટરની ગોઠવણી કરવી.

શિક્ષકે વ્યકિતગત કે જૂથ દ્વારા નિદર્શન કરાવવું. અભ્યાસક્રમ આધારિત આવતા શૈક્ષણિક એકમ દરમ્યાન પોસ્ટરનો ઉપયોગ કરવો. પોસ્ટર(ચાર્ટ)નું અવલોકન કરી બાળકો જવાબ આપે તે ઇચ્છનીય છે. અમુક ચાર્ટની પાછળના ભાગે શિક્ષકે શું શું પૂછવું જોઈએ તેની પ્રારંભિક માહિતી પણ આપેલ છે. અમુક ચાર્ટમાં બંને તરફ બાળકોના અભ્યાસની સામગ્રી પ્રસ્તુત કરેલ છે. જે બાળકો અભ્યાસ કરી શકે. આ તમામ બાબતોનું મૌખિક અભિવ્યક્તિ બાદ લેખન કૌશલ્ય પણ વિકસે તે રીતે શિક્ષકે કાળજી લેવી.

22. સક્ષમ શાળા માર્ગદર્શિકા-

શાળાઓનાં વિધાર્થીઓમાં સ્વચ્છતા, પર્યાવરણ, સલામતી અને ટકાઉપણાનાં અભિગમનું સ્થાપન થાય તે હેતુસર તમામ પરિસ્થિતિઓમાં શાાનાં વિધાર્થીઓ પોતાની સ્થિરતા ટકાવી રાખે તે માટે સક્ષમ શાળા માર્ગદર્શિકાનું નિર્માણ કરવામાં આવેલ છે. દરેક શાળાના એક ફોકલ પોઈન્ટ ટીચર દ્વારા શાજમાં આ અભિગમનું સ્થાપન થાય તેવો આશય રાખવામાં આવેલ છે. રાજ્ય અને જિલ્લા કક્ષાએ આપેલ પ્રશિક્ષણ મુજબ આ માર્ગદર્શિકાનો ઉચિત ઉપયોગ કરવાનો રહેશે.

23. અધ્યયન સંપુટ-

ધોરણ ૧ અને ૨ માં NCF-SCF મુજબની અધ્યયન નિષ્પત્તિઓનાં આધારે ગણિત અને ગુજરાતી વિષયની શૈક્ષણિક પ્રવૃત્તિઓનાં અભ્યાસક્રમની રચના કરવામાં આવેલ છે. આમાં નિપુણ ભારત મિશન અંતર્ગત સુચિત કરવામાં આવેલ બાબતોને પણ આમેજ કરવામાં આવેલ છે.