જન્મ તારીખની ખરાઈ અંગેનું વાલીનું સોગંદનામુ | Birth Certificate Affidavit For School

RTE 2009 અનુસાર હવે 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને પ્રાથમિક શાળાના બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવે છે. તેમજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને પ્રાથમિક ધોરણ -1 માં પ્રવેશ આપવામાં આવે છે. 

 પ્રવેશ આપવા માટે બાળકની ઉંમરના 5 વર્ષ પૂરા થયા છે તે જોવા માટે જન્મ તારીખનું પ્રમાણપત્ર આપવું જરૂરી છે. તોજ બાળકની ઉંમરનો સાચો ખ્યાલ આવી શકે છે. વધુમાં આ પ્રવેશ આપેલ તમામ બાળકોની ઑનલાઇન Child Teaching System (CTS) માં એન્ટ્રી કરવાની હોય છે. જેમાં બાળકનો Child UID જનરેટ થાય છે. જેના પરથી બાળકનો સંપૂર્ણ ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. તેમજ મેળવી શકાય છે. 

આ તમામ બાબતો માટે બાળકને પ્રવેશ આપવા માટે બાળકની જન્મ તારીખનો સાચો પુરાવો મેળવવો જરૂરી છે, પરંતુ ક્યારેક બાળકની સાચી જન્મ તારીખનું પ્રમાણપત્ર વાલી પાસે હોતું નથી અથવા તો મળતું નથી. ત્યારે શું કરવું ?

RTE 2009 મુજબ તમામ બાળકોને પ્રવેશ આપવો ફરજિયાત છે. તો આવા બાળકો કે જેમની જન્મ તારીખનું પ્રમાણપત્ર ન હોય તો તેવા બાળકોને શાળામાં પ્રવેશ આપવા માટે વાલીનું જન્મ તારીખની ખરાઈ અંગેનું સોગંદનામું મેળવવાનું હોય છે. આ સોગંદનામું મેળવવા માટે તેનો નમૂનો pdf અહીં મૂકવામાં આવેલ છે, જેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શાળામાં શિક્ષક મિત્રો પ્રવેશ આપવા માટે ઉપયોગ કરી શકે છે. 


આ પત્રક www.rdrathod.in દ્વારા નમૂના પ્રમાણે તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કદાચ કોઈ ક્ષતિ રહી ગયેલ અથવા સુધારો કરવા પાત્ર જણાય તો અમને જરૂર જણાવશો... 

આ માહિતી ઉપયોગી લાગે તો બીજા શિક્ષક મિત્રોને પણ મોકલજો... 

Thank You


Birth Certificate Affidavit For Child Admission in School
બાળકને શાળામાં દાખલ કરવા માટે વાલી પાસેથી લેવાનુ જન્મ તારીખનું સોગંદનામું
Previous Post Next Post