
GURU MAHIMA VISHESH GUJARATI | GURU MAHATMYA VISHE PDF FILE DOWNLOD KARO
Guru purnima Din vishesh - Anya mahiti
The Education And Technology
આજે એટલે કે 8 એપ્રિલના દિવસે ગુલામ ભારતના સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત થઈ હતી. ઇતિહાસમાં વર્ષ 1857 માં આજના દિવસે મંગલ પાંડેને ફાંસીની સજા આપવામાં આવી હતી, કેમ કે તેમને અંગ્રેજ સત્તા સામે સ્વતંત્રતાના સંગ્રામનું રણશિંગડું વગાડયું હતું.
આજના જ દિવસે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે પણ સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, આજના 8 એપ્રિલ 1929 ના દિવસે દિલ્હીમાંની સેન્ટ્રલ એસેમ્બલીમાં તેમણે બોમ્બ ફેંક્યો હતો. (જો કે તેમનો ઈરાદો કોઈને જાનહાની પહોંચાડવાનો ન હતો)
મંગલ પાંડેનું બલિદાન
ભારતીય ઇતિહાસની સાથે આજનો દિવસ એ વિશ્વના ઇતિહાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. ભારતમાં અંગ્રેજોની સામે સ્વતંત્રતાની લડતની શરૂઆતી મશાલ આપનાર બહાદુર સૈનિક મંગલ પાંડે, આજના દિવસે 8 એપ્રિલ 1857 ના રોજ પોતાનું બલિદાન આપ્યું હતું. અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના 34 મી બંગાળ ઇન્ફન્ટ્રીના સૈનિક રહેલા મંગલ પાંડેને આજના દિવસે મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.
ભારતના ઇતિહાસમાં 8 એપ્રિલ, શહીદ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત
આજના દિવસે મંગલ પાંડે સિવાય સ્વતંત્રતાની લડતમાં પોતાનો ભોગ આપનાર એવા શહીદ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે પણ 8મી એપ્રિલ 1929 ના દિવસે દિલ્હીમાં સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા હતા. જો કે, તેમનો ઈરાદો કોઈની જાનહાનીનો ન હતો.
રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયિતા કવિ
આજના દિવસે 8મી એપ્રિલ 1894 માં, રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયિતા કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીનું નિધન થયું હતું.
આજના દિવસે વિશ્વના ઇતિહાસમાં
વિશ્વના ઇતિહાસની વાત કરીએ તો આજે બ્રિટનના પૂર્વ વડા પ્રધાન "માર્ગારેટ થેચર"નું પણ આ દિવસે જ અવસાન થયું હતું. તેઓ તે સમયે 20 મી સદીમાં ત્રણ વખત બ્રિટનના વડાપ્રધાન પદે રહ્યા હતા. 8મી એપ્રિલ 2013 ના દિવસે તેમનું લંડનમાં અવસાન થયું હતું. આ સિવાય, સ્પેનિશ દેશના વિખ્યાત ચિત્રકાર એવા "પાબ્લો પિકાસો"નું પણ વર્ષ 1973 માં 8મી એપ્રિલે આ દિવસે જ મૃત્યુ થયું હતું.
સને 1950 માં તે સમયે, આજના જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે "લઘુમતી નેહરુ કરાર" પણ કરવામાં આવ્યો હતો. આ કરાર કરવા પાછળનો આશય ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન બંને દેશો વચ્ચેના યુદ્ધને રોકવા માટેનો હતો.
આ સિવાય જોઈએ તો 8 એપ્રિલ 1914 ના દિવસે, યુનાઇટેડ સ્ટેટ્સ (US) અને કોલમ્બિયા બંને દેશોની વચ્ચે "પનામા કેનાલ સંધિ" માટે હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા.
Sellery Account Facilities : आप अपने Sellery खाते पर आसानी से Personal Loan, Car Loan, या Home Loan जैसे Loan प्राप्त कर सकते हैं क्योंकि इ...