પરિક્ષા દરમિયાન "નિરીક્ષક" અને "પરીક્ષક" માં સહી કોણે કરવી? જુઓ માહિતી...

*****************************
આજથી તારીખ ૪/૪/૨૦૨૪ થી શાળાઓમાં વાર્ષિક પરીક્ષા શરૂ થઈ રહેલ છે. ધોરણ:-3 થી 4 ના પ્રશ્નપત્ર - જવાબવહીમાં અને ધોરણ:-5 થી 8 ની જવાબવહીમાં બે શબ્દો મોટાભાગના શિક્ષક મિત્રોને વિચલિત કરે તેવા જોવા મળે છે. તે શબ્દ છે પરીક્ષકની સહી અને નિરીક્ષકની સહી

મિત્રો, પરીક્ષા દરમ્યાન ઘણા શિક્ષકો ઉપરોક્ત સહી કરતી વખતે ગમે ત્યાં સહી કરી નાખતા હોય છે. ઉપલબ્ધ ઘણા સંદર્ભ સાહિત્યના અભ્યાસ અને અનુભવને આધારે ઉપરોક્ત બન્ને શાબ્દનો વિસ્તૃત અર્થ અત્રે રજૂ કરેલ છે. જે આપને ઉપયોગી બનશે.

(1) પરીક્ષક
પરીક્ષણ કરવું એટલે કોઈ એક પદાર્થ - માહિતી - વસ્તુના જુદા જુદા પાસાઓની સમગ્રતયા તપાસણી કરવી.
Exa:- ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળનું પરિક્ષણ કરવામાં આવેલ, લેબોરેટરીમાં લોહીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવેલ.
અહીં, પરીક્ષણ એટલે કોઈ એક પદાર્થ / બાબત / મુદ્દા વગેરેમાં સમાવિષ્ટ તમામ પાસાઓની ઊંડાણપૂવૅક તપાસણી કરવી

(2) નિરીક્ષણ
નિરીક્ષણ કરવું એટલે કોઈ એક પદાર્થ - માહિતી - વસ્તુના જુદા જુદા પાસાઓની ઉપરછલ્લી જાત માહિતી મેળવવી. એમ કહી શકાય કે નિરીક્ષણ એટલે વિહંગાવલોકન.
Exa:- આકાશના પક્ષીઓ એ ઉડતા - ઉડતા જમીન પરના ખોરાકનું નિરીક્ષણ કર્યું. વરસાદ બાદ અમ્પાયરે પીચનું નિરીક્ષણ કર્યું.
અહીં, નિરીક્ષણ એટલે કોઈ એક પદાર્થ / બાબત / મુદ્દા વગેરેમાં સમાવિષ્ટ પાસાઓની ઉપરછલ્લી જાત માહિતી મેળવવી

ટૂંકમાં કહીએ તો.....
(1) પરિક્ષક એટલે જવાબવહી તપાસનાર. આથી, પરીક્ષકની સહી છે ત્યાં જવાબવહી તપાસનાર વિષય શિક્ષકની સહી આવે

(2) નિરીક્ષક એટલે પરીક્ષાખંડમાં ઉપસ્થિત રહેનાર. આથી, નિરીક્ષકની સહી છે ત્યાં પરીક્ષા સમયે અલગ - અલગ પરીક્ષાખંડમાં ઉપસ્થિત રહેનાર શિક્ષકની સહી આવે

Previous Post Next Post